News of Thursday, 22nd August 2024
પેલેસ રોડ પર ફલેટમાં અને હાઉસીંગ બોર્ડ કવાટરપાસે દરોડોઃ તીનપત્તી રમતા મહિલાઓ સહિત ૧૧ ઝડપાયા
એ.ડીવીઝન અને થોરાળા પોલીસનો દરોડોઃ રૂા. ૨૮ હજારનની રોકડ સહિતની મતા કબ્જે

રાજકોટઃ તા. ૨૨: પેલેસ રોડ પર આવેલા એપાર્ટમેન્ટના ફલેટમાં એ-ડીવીઝન પોલીસે અને દૂધ સાગર રોડ પર ન્યુ અમર નગરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાટર પાસે થોરાળા પોલીસે દરોડો પાડી તીનપત્તી નો જુગારરમતા મહિલાઓ સહિત ૧૧ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ પેલેસ રોડ પર આવેલા જયવંત વિલા એપાર્ટમેન્ટના ફલેટમાં જુગારધામ ચાલતુ હોવાની એ-ડીવીઝન પોલીસ મથકના એ.એસ.આઇ.એમ.વી.લુવા કોન્સ ભગીરથસિંહઝાલાને બાતમી મળતા જયવંત વિલા એપાર્ટમેન્ટના ફલેટમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ફલેટના માલીક પ્રવિણ કરશનભાઇ માંડલીયા,રૈયા રોડ તીરૂપતી સોસાયટી -૨ ના હિમાંશુ બીપીનભાઇ સોમમાણેક,જયવંત વિલા એપાર્ટમેન્ટના સચીન પ્રવિણભાઇ માંડલીયા, ગુંદાવાડી શેરી નં. ૧૭ ના ક્રિષ્ના એપાર્ટમેન્ટના પીન્ટુ રસીકભાઇ રાધનપુરા, રેલનગર છત્રપતી શીવાજી ટાઉન શીપના કવાર્ટરમાં ચીરાગ ગોૈતમભાઇ પાટડીયા, લક્ષ્મીવાડી શેરી નં. ૨ ના સુરજ નીલેશભાઇ રાણપરા અને ૮૦ ફૂટ રોડ સત્યમ પાર્ક શેરી નં. ૨ ના નીરવ જીતેન્દ્રભાઇ ફીસડીયા ને પકડી લઇ રૂા. ૧૬૨૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી આ કામગીરી પી.આઇ.આર.જી બારોટના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.કે. મોવલીયા એ.એસ. આઇ.એમ.વી. લુવા,હેડ કોન્સ કિશનભાઇ,એ.જે. બસીયા, કોન્સ રમેશભાઇ, ભગીરથસિંહ દ્વારા કરવામાંં આવી હતી. જયારે બીજા દરોડામાં દૂધસાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડના કવાર્ટર પાસે કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળતા થોરાળા પોલીસ મથકના પીએસઆઇ.જે.એમ.પરમાર તથા કોન્સ હિતેશભાઇ પરમાર સહિતના સ્ટાફે દરોડો પાડી ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર પાસ જાહેરમાં તીનપત્તી જુગાર રમતા ન્યુ અમર નગર-૧ ના નિતાબેન નકુભાઇ વધાસીયા, જીણીબેન લાલજીભાઇ ગેલરસયા, શોભનાબેન ઉર્ફે ભાવના રાજેશભાઇ અઘોલા અને ગીતાબેન ઘનશ્યાનભાઇ મસાણીને પકડી લઇ રૂા. ૧૨, ૫૬૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી તપાસ હાથ ધરી છે.
વરલીનો જુગાર રમતો મનોજ પકડાયો
આડો પેડક રોડ શ્યામ કૃષ્ણ વર્મા બગીચાની પાસે બી.ડીવીઝન પોલીસ મથકના હેડ કોન્સ એમ.એમ.મલેક કોન્સ વિભાજીતઁ સિંહ ઝાલા સહિતે દરોડો પાડી વરલી ફીચરના આકડા લખી જુગાર રમતો મનોજ ઘનજીભાઇ ચૌહાણ (રહે.ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવમ સોસાયટી શેરી નં. ૪ાને પકડી લઇ રૂા. ૫૧૫૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. (૩.૧૩)
(2:42 PM IST)










