News of Saturday, 24th August 2024
મેળામાં લોકો શાંતિથી ફરી શકે કોઇ અડચણ ન રહે તે જોવા કલેકટરની તાકિદઃ NDRF ટીમ તૈનાત

રાજકોટ તા. ૨૩ : સાંજથી રાજકોટનો લોકમેળો શરુ થવા જઈ રહ્યો છે, ત્યારે કલેકટર શ્રી પ્રભવ જોશી, અમલીકરણ સમિતિની ટીમ, ડી.સી.પી. શ્રી જગદીશ બાંગરવા સહિતના અધિકારીઓએ મેળાના સુચારુ આયોજન અંગે સ્થળ મુલાકાત કરી હતી.
કલેકટર મેઈન એન્ટ્રી ગેટ, સ્ટેજ, સરસ મેળો, વોક-વે અને સ્ટોલ્સની કામગીરી નિહાળી હતી. તેમજ મેળામા કોઈ પણ પ્રકારની ક્ષતિ ના રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી. મેળામાં લોકો શાંતિથી ફરી શકે તે માટે અને રસ્તામાં તેમને કોઈ પણ અડચણ ના રહે તેની ખાસ તકેદારી રાખવા અને લાઇટિંગ, એલ.ઈ.ડી. સ્ક્રીન, પોલીસ બંદોબસ્ત અંગે જવાબદાર અધિકારીઓને બારીકાઈથી સમયબધ્ધ કામગીરી પૂર્ણ કરવા સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચનાઓ આપી હતી.
મેળામાં ઉપસ્થિત થઈ શકતી કોઈ પણ પ્રકારની સંભવિત દુર્ઘટનાને પહોંચી વળવા ડિઝાસ્ટર ટીમ ઉપરાંત એન.ડી.આર.એફ. ની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
મુલાકાત સમયે અધિક નિવાસી કલેકટર શ્રી ચેતન ગાંધી, પ્રાંત અધિકારી શ્રી ચાંદની પરમાર, એસ.સી.પી. શ્રી રાધિકા બારાઈ, એ.સી.પી. શ્રી ગઢવી, આરોગ્ય, ૧૦૮, યુવા સાંસ્કળતિક પ્રવળત્તિ વિભાગ સહિતના વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતાં.
(11:32 AM IST)










