<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

કોઠારીયા રોડ મેઘાણીનગરમાં મકાનમાં જુગાર રમતા સાત શખ્‍સો પકડાયા

ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ. સરવૈયાની રાહબરી હેઠળ દરોડો : કોન્‍સ રાજદીપસિંહ જાડેજાની બાતમી : રૂા. ૧૪ હજારની રોકડ કબ્‍જે

રાજકોટ, તા. ર૪ :  કોઠારીયા રોડ પર મેઘાણીનગરમાં મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમી મળતા ભકિતનગર પોલીસે દરોડો પાડી તીનપતિનો જુગાર રમતા સાતે શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ મેઘાણીનગરમાં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાથી ભકિતનગર પોલીસ મથકના કોન્‍સ. રાજદીપસિંહ જાડેજાને બાતમી મળતા પીએસઆઇ આર. કે. સામુદ્રે સહિતના સ્‍ટાફે મેઘાણીનગર શેરી નં. ૧ માં મકાનમાં દરોડો પાડી તીન પતિનો જુગાર રમતા મકાન માલીક કિશન જગદીશભાઇ રામાણી, કુવાડવા રોડ, આર.કે. બંગ્‍લોઝ શેરી નં. બીમાં રહેતા હિરેન ગોવિંદભાઇ રૈયાણી, કોઠારીયા રોડ સુર્યોદય સોસાયટી શેરી નં. ૧ ના હાર્દિક રતીભાઇ ઢાંકેચા, ધવલ વિનછદભાઇ ચોવટીયા, મેઘાણીનગર શેરી નં. ૧ ના કમલેશ માવજીભાઇ ડોબરીયા, કેદારનાથ સોસાયટી શેરી નં. ૯ના મહેશ મેપાભાઇ ડાંગર, અને ન્‍યુ કેદારનાથ સોસાયટી શેરી નં. ૪ ના તુષાર રાજેશભાઇ રામાણીને પકડી લઇ રૂા. ૧૪ર૭૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી. આ કામગીરી પીએસઆઇ આર.કે. સામુદ્રે કોન્‍સ અરવિંદભાઇ ફતેપરા, રાજદીપસિંહ જાડેજા અને રાહુલભાઇ ઠાકુર દ્વારા કરવામાં આવી હતી.

(3:00 PM IST)