તા. ૧૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૩ મંગળવાર
News of Saturday, 24th August 2024
ગેરકાયદે બાંધકામ સામે મનપા લાલઘુમ : બન્ને બિલ્ડીંગોને તાળા
એકજાનનગર અને શારદા સાનિધ્ય-૨ (અયોધ્યા ચોક)માં : માર્જિનમાં વાયોલેશન કરી તેમજ ભોગવટા પરવાનગી બાદ વધારાનું બાંધકામ થતાં ટાઉન પ્લાનિંગ શાખાની કાર્યવાહી

રાજકોટ, તા.૨૪ : શહેરના એકજાન નગર વિસ્તારમાં માર્જિનમાં વયોલેશન કરી તેમજ શારદા સાનિધ્ય-૨, અયોધ્યા ચોક પાસે ભોગવટા પરવાનગી મેળવ્યા બાદ વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા મ્યુનિ.કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખા દ્રારા બન્ને બિલ્ડીંગોને સીલની કાર્યવાહી કરવામાં આવી છે.
મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ શહેરના વોર્ડ નં.૨માં ગંગાદાસ જોગરાણા (એકજાન નગર, મુકદ્લ મકાનની બાજુમાં, ડો. સૈયદ બુરહાની માર્ગ) એકજાન નગર વિસ્તારમાં માર્જિનમાં વયોલેશન કરી, ગેરકાયદેસર બાંધકામ કરેલ હોઈ, તેમજ વોર્ડ નં.૩માં શારદા સાનિધ્ય-૨ (અયોધ્યા ચોક પાસે, ૧૫૦ ફૂટ રિંગ રોડ) અયોધ્યા ચોક પાસે ભોગવટા પરવાનગી મેળવ્યા બાદ વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ હોઈ, જેને આજ બંને બિલ્ડિંગ સીલ કરવામાં આવેલ છે. તેમ મનપાની સતાવાર યાદીમાં જણાવાયુ છે
(3:07 PM IST)










