<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

રાજકોટમાં વરસાદ સાથેપવનનું જોરઃ અટીકા ફાટક પાસે ઝાડ પડતાં રસ્‍તો બંધઃ ફાયર બ્રિગેડે કટરથી ઝાડ કાપી રસ્‍તો ખોલાવ્‍યો

રાજકોટઃ શહેરમાં રાતથી વરસાદ વરસવાનું શરૂ થયું છે સાથે સાથે પવને પણ જોર પકડયું છે. આ સાથે ઝાડ પડી જવાની ઘટનાઓ પણ બનવા માંડી છે. અટીકા ફાટક નજીક ઉમિયા મોબાઇલ સામે રોડ પર ઝાડ પડી જતાં રસ્‍તો બંધ થઇ ગયો હતો. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડના અનીલભાઇ, કિશોરભાઇ, અજયભાઇ, શક્‍તિસિંહ, વિશાલભાઇ, મહેન્‍દ્રભાઇ, નયનભાઇ, લક્ષમણભાઇ સહિતે પહોંચી વિજપુરવઠો બંધ કરાવી જનરેટરથી કટર ચાલુ કરી કટરની મદદથી પડી ગયેલા ઝાડને કાપી રસ્‍તો ખુલ્લો કરાવ્‍યો હતો. સવારે સવા સાતેક વાગ્‍યે આ ઘટના બની હતી.

(10:53 AM IST)