News of Sunday, 25th August 2024
રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી: બપોરના 12 વાગ્યા સુધીમાં અઢી ઈંચ
શહેરમાં સવારે 11 થી 12 વાગ્યા સુધીમાં પોણો ઈંચ પડયો: અનેક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા

રાજકોટ: ભારે વરસાદની આગાહીના પગલે રાજકોટમાં મેઘ મહેર ગત રાત્રીથી શરૂ થયેલ શહેરમાં 12 કલાકે સુધીમાં અઢી ઈંચ ધોધમાર પાણી પડયુ છે.
શહેરના અનેક રોડ, રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.
ફાયર બ્રિગેડના કંટ્રોલરુમમાં વ્હેલી સવારના 4 વાગ્યાથી આજે બપોરના 12 વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં 58, વેસ્ટ ઝોનમાં 65 તથા ઈસ્ટઝોનમાં 48 મી.મી વરસાદ નોંધાયો છે.
(12:44 PM IST)










