News of Sunday, 25th August 2024
રાજકોટમાં બપોરે ર થી ૩ એક જ કલાકમાં ૪ ઇંચઃ સવારે ૧૧ થી ૩ સુધીમાં પ ઇંચ વરસાદ પડ્યો

રાજકોટઃ શહેરમાં સવારે ૧૧ વાગ્યાથી બપોરે ૩ વાગ્યા સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં પ.૭૯ ઇંચ, ઇસ્ટ ઝોનમાં ૪.૭૯ ઇંચ તથા વેસ્ટ ઝોનમાં પ.રપ ઇંચ વરસાદ પડયો છે. જયારે બપોરે ર થી ૩ દરમિયાન સેન્ટ્રલમાં ૪.૬ર ઇંચ, ઇસ્ટ ઝોનમાં ૩.૮૩ ઇંચ તથા વેસ્ટ ઝોનમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો હોવાનું ફાયર બ્રીગેડમાં નોંધાયું છે.
જો કે દરમિયાન સવારે ૪.૩૦થી આ લખાય છે ત્યાં સુધીમાં બપોરે ૩ વાગ્યા સુધીમાં ૮ ઇંચ વરસાદ નોંધાયો છે. હાલ પણ વરસાદ ચાલુ છે.
(3:19 PM IST)










