<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

ફરજ સાથે સેવા : રાજકોટમાં ભારે વરસાદના પગલે લોકમેળાના ૨૮ શ્રમજીવીઓને સુરક્ષિત આશરો અપાયો

૧૬ પુરુષો અને ૧૦ મહિલાઓ ઉપરાંત ૨ બાળકો મળીને કુલ ૨૮ લોકોને સરકારી આશ્રયસ્થાનમાં સ્થળાંતરિત કરાયા : રહેવા અને જમવાની વ્યવસ્થા કરાઈ

રાજકોટ:રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર ભારે વરસાદના પગલે જનસુરક્ષા અર્થે સતત પ્રયત્નશીલ છે. ત્યારે રાજકોટમાં આયોજિત ધરોહર લોકમેળાના ૨૮ શ્રમજીવીઓને સુરક્ષિત આશરો આપવામાં આવ્યો હતો.

રાજકોટમાં ભારે વરસાદથી લોકોને બચાવવા માટે તંત્ર દ્વારા તાત્કાલિક જરૂરી પગલાંઓ લેવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે રાજકોટમાં આયોજિત ધરોહર લોકમેળામાં મજૂરીકામ કરતાં ૧૬ પુરુષો અને ૧૦ મહિલાઓ ઉપરાંત ૨ બાળકો મળીને કુલ ૨૮ લોકોને સરકારી આશ્રયસ્થાનમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. તેમજ તેઓને રહેવા ઉપરાંત ભોજનની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી.

(9:46 PM IST)