<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

અમદાવાદ ખાતે અમીન પી.જે. કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહ : આ ભૂમિ ઐતિહાસિક, આદરણીય સરદાર પટેલે અહીં જ આઝાદીની ચળવળ માટે બેઠકો યોજી હોવાનું જણાવતા અમિતભાઇ શાહ :વિદ્યાર્થીઓને રહેવા આ અત્યાધુનિક સંકુલ બનાવવા બદલ સૌ ટ્રસ્ટીઓને અભિનંદન :પાટીદાર સમાજે ગુજરાત તેમજ દેશના વિકાસમાં ખૂબ મોટું યોગદાન આપ્યું:વિદ્યાર્થીઓએ દેશ માટે મરવાની જરૂર નથી પરંતુ દેશ માટે જીવવાની જરૂર:અમિતભાઇ શાહ :પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર ગુજરાતમાં શિક્ષણની જ્યોત પ્રગટાવવા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી શરૂ કર્યા: ભૂપેન્દ્રભાઈ પટેલ10:20 PM IST

ઓડિસ્સામાં જગન્નાથપુરી અને ગુજરાતમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે લાખો લોકો આસ્થા પૂર્વક જોડાયા: ભુપેન્દ્રભાઈએ પહિંદ વિધિ કરી:ઓડિસ્સામાં જગન્નાથપુરી અને ગુજરાતમાં અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે લાખો લોકો આસ્થા પૂર્વક જોડાયા છે: ભક્તોને અમદાવાદની રથયાત્રામાં દોઢ ટન ખીચડી અને ૮૦૦ કિલો બુંદીના પ્રસાદનું વિતરણ થઈ રહ્યું છે. :મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે અડાલજ ખાતે જગન્નાથ મંદિરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પહિન્દ વિધિ કરીને પ્રસ્થાન કરાવ્યું હતું. રથમાં બિરાજમાન ભગવાન જગન્નાથજીનું પૂજન અર્ચન કર્યું હતું.12:34 PM IST

અત્યારની મુખ્ય હેડલાઇન્સ: * સંસદનું બજેટ સત્ર આ મહિનાની 22મી તારીખથી શરૂ થશે. કેન્દ્રીય બજેટ બીજા દિવસે રજૂ કરવામાં આવશે. : * રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઓડિશાની ચાર દિવસીય મુલાકાતે છે. આવતીકાલે પુરીમાં વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા ના દર્શન નો તેમનો કાર્યક્રમ છે. : * વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના વડા પ્રધાન કીર સ્ટારમર સાથે વાત કરી હતી. આ સાથે શ્રી મોદીએ મસૂદ પેઝેશ્કિયનને ઈરાનના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા. : * બેડમિન્ટનમાં, પ્રિયાંશુ રાજાવત આજે રાત્રે કેનેડા ઓપન મેન્સ સિંગલ્સની સેમિફાઇનલમાં ફ્રાન્સના એલેક્સ લેનિયર સામે રમશે. : * હરારેમાં રમાયેલી પાંચ મેચની T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ શ્રેણીની પ્રથમ મેચમાં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું હતું.9:17 AM IST