<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

વરસાદને કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૧૦૦ જેટલા વૃક્ષો પડ્યા: ૧૦ સ્થળોએ પાણી ભરાયા: શહેરના બે નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયા

મંત્રી ભાનુબેન બાબરિયા, મેયર નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર સહિતના પદાધિકારીઓ ફાયર બ્રિગેડ વિભાગના કંટ્રોલ રૂમની મુલાકાતે: ફરિયાદો અને પરિસ્થિતિ અંગે સમીક્ષા: ફરિયાદોનો સત્વરે નિકાલ કરવા સુચના

રાજકોટ: શહેરમાં સતત બે દિવસથી પડી રહેલ મુશળધાર વરસાદને પગલે  કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા,  મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભરએ ફાયર બ્રિગેડ વિભાગના કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. 

 

 શહેરમાં સતત બે દિવસથી પડી રહેલ મુશળધાર રહેલ વરસાદને પગલે  કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા,  મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભરએ રાજકોટ મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમ્યાન કંટ્રોલ રૂમમાં આવતી ફરિયાદો અને પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી, લગત વિભાગોના શાખાધિકારીઓને ફરિયાદોનો સત્વરે નિકાલ કરવા સુચના આપી હતી.

વરસાદને કારણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૧૦૦ જેટલા વૃક્ષો પડ્યા અંગેની ફરિયાદ, ૧૦ સ્થળોએ પાણી ભરાયા અંગેની ફરિયાદ કંટ્રોલ રૂમ ખાતે આવેલ તેમજ શહેરના બે નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી કરવામાં આવી હતી. ભગવતીપરાના નીચાણવાળા વિસ્તારમાં રહેતા નાગરિકોને રાજકોટ મહાનગરપાલિકાની શાળા નં.૪૩માં અને જંગલેશ્વરના નીચાણવાળા વિસ્તારમાં રહેતા નાગરિકોને રાજકોટ મહાનગરપાલિકાની શાળા નં.૭૦માં સ્થળાંતર કરવામાં આવેલ. 

        વિશેષમાં,  શહેરમાં સતત પડી રહેલ વરસાદના કારણે અને હવામાન ખાતા દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદ પડવાની આગાહીને કારણે શહેરીજનો પોતપોતાના ઘરમાં સુરક્ષિત રહે તેમજ અનિવાર્ય કારણો સિવાય ઘરની બહાર ન નીકળે તેવી પદાધિકારીઓએ અપીલ કરેલ હતી.

(11:45 AM IST)