<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

રાજકોટમાં ૨૪ કલાકમાં ૧૨.૫ ઇંચ, ૪૮ કલાકમાં ૨૩.૫ ઇંચ અને મોસમનો કુલ વરસાદ ૪૦ ઇંચ: ત્રણ અંદર બ્રિજ બંધ કરાયા: માધાપર ચોકડી પાસે સ્થિતિ ખરાબ, એસટી બસો પાછી ફરી રહી છે: કમર સુધીના પાણી: વોરા કોલોનીની સ્થિતિ ખરાબ, ગટરનું પાણી ઘરોમાં ઘૂસ્યું

રાજકોટમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૨.૫ ઇંચ અને ૪૮ કલાકમાં ૨૩.૫ ઇંચ વરસાદ સાથે મોસમનો કુલ વરસાદ ૪૦ ઇંચને વળોટી ગયો છે. આ લખાય છે ત્યારે સવારે ૯.૧૫ કલાકે ભારે-હળવો વરસાદ ચાલુ જ છે.

રાજકોટમાં ભારે વરસાદને કારણે મહિલા કોલેજ અંડરબ્રિજ, રેલનગર અંડર બ્રિજ અને પોપટ પરાનું નાલું સહિત ત્રણ બ્રિજ બંધ કરાયા 

રાજકોટના માધાપર ચોકડી પાસે સ્થિતિ ભારે ખરાબ. તમામ એસટી બસો પાછી ફરી રહી છે. તમામ ટ્રક ઉભી રહી ગઈ છે. ચોકડી પાસે કમર સુધીના પાણી ભરાયા, ચારે બાજુના રસ્તા બંધ. જ્યાં જુઓ ત્યાં પાણી દેખાય છે.

રાજકોટના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે.

રાજકોટના માધાપર ચોકડી ઉપરાંત ઘંટેશ્વર પાછળ ભારે પાણી ભરાયા છે. વોરા કોલોનીમાં પાણી ભરાયા છે અને ગટરનું પાણી ભરાતા ભારે વિકટ સ્થિતિ સર્જાઈ હોવાનું સૈફુભાઈ જણાવે છે. ફાયર બ્રિગેડ દોડી ગયેલ છે.

(12:14 PM IST)