<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

વરસતા વરસાદમાં એસજીવીપી ગુરુકુળના પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીનાં વરદ હસ્તે શોભા યાત્રાને લીલી ઝંડી આપવામાં આવી

રાજકોટ તારીખ 25 છેલ્લા ૨૯ વર્ષથી રાજકોટ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જન્માષ્ટમીના દિવસે ભવ્ય ઠાકોરજીની શોભાયાત્રા કાઢવામાં આવે છે
તે મુજબ ચાલુ સાલે જન્માષ્ટમીના શુભ દિને અમદાવાદ મેમનગર ગુરુકુળના પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીના વરદ હસ્તે ધ્વજારોહણ કર્યા બાદ શોભાયાત્રા ને લીલી જંડી આપવામાં આવેલી હતી આ પ્રસંગે રાજકોટના ધારાસભ્ય શ્રી પરષોત્તમભાઈ રૂપાલા શ્રી વલ્લભભાઈ કથીરિયા શ્રી રાજાભાઈ જાડેજા તથા વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
આ પ્રસંગે ઋષિકેશદાસજી સ્વામીએ શ્રીકૃષ્ણ ભગવાનના જન્મથી માંડીને બાળ ચરિત્રોનું આબેહૂબ વર્ણન કર્યું હતું. રીબડા ગુરુકુળ અને વાવડી ગુરુકુળના યુવકોએ મટકી ફોડ નો કાર્યક્રમ રજૂ કર્યો હતો. અંતમાં બહેનો અને ભાઈઓએ રાસની રમઝટ બોલાવી હતી. આ પ્રસંગે રીબડા ગુરુકુળના સંચાલક શાસ્ત્રી શ્રી ધર્મ વત્સલદાસજી સ્વામી એ પ્રસંગીક પ્રવચન આપ્યું હતું

(12:29 PM IST)