<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

સવારમાં ચાર વાગ્યાથી વનરાધાર વરસાદને કારણે રાજકોટમાં ચારે તરફ સર્વત્ર જળબંબાકાર

વોર્ડ નંબર 15માં આંબેડકર નગર આરાધના સોસાયટી વિજયનગર સોસાયટીમાં પણ પાણી ભરાયાઃ જંગલેશ્વર શેરી નંબર 28 માં એ લોકોને રેસ્ક્યું કરવાની ફરિયાદઃ રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાને વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા મેઘજીભાઈ રાઠોડ ધરમભાઈ કામળિયા અને અરવિંદભાઈ મુછડીયા પણ હાજર રહ્યા હતા

રાજકોટઃ આજે સવારમાં ચાર વાગ્યાથી વનરાધાર વરસાદને કારણે રાજકોટમાં ચારે તરફ પાણી પાણી થઈ ગયું છે અનેક લોકોની ફરિયાદો છે જેવી કે વોર્ડ નંબર 6 પ્રદ્યુમન પાર્કની સામે રહેલ ભીમરાવનગર જેમાં હાલ એક મકાન ભરાશે થયું છે ત્યાં જેસીબી મંગાવી પાણીના નિકાલ ની વ્યવસ્થા કરી તેમજ વોર્ડ નંબર 15માં આંબેડકર નગર આરાધના સોસાયટી વિજયનગર સોસાયટીમાં પણ પાણી ભરાયા ની ફરિયાદ આવેલ જેનો પણ નિકાલ કરાવવાનો પ્રયાસ કર્યો તેવી જ રીતે વોર્ડ નંબર 16 માં રહીમભાઈને ફરિયાદ અનુસંધાને જંગલેશ્વર શેરી નંબર 28 માં એ લોકોને રેસ્ક્યું કરવા ની ફરિયાદ ફાયર બ્રિગેડ માં કરી અને મોટાભાગની જગ્યાએ રૂબરૂ જાય ફરિયાદ નિવારવાનો પ્રયાસ કર્યો. આ સમયે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ રાજાને વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા મેઘજીભાઈ રાઠોડ ધરમભાઈ કામળિયા અને અરવિંદભાઈ મુછડીયા પણ હાજર રહ્યા હતા

(12:39 PM IST)