તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
મોડી રાત્રે રાજકોટમાં ભારે વાવાઝોડા જેવો પવન ફૂંકાયો: સતત વરસાદ ચાલુ: સૌરાષ્ટ્ર અને કચ્છના સાગરકાંઠે પ્રચંડ વાદળાઓ ખડકાયા

રાજકોટમાં અત્યારે રાત્રે સવા બે વાગે સુસવાટા મારતા પવન સાથે વરસાદ ચાલુ છે. થોડીવાર પહેલા જ દસેક મિનિટ ભયંકર વાવાઝોડા જેવો પવન ફૂંકાયો હતો.. વરસાદ હળવો ભારે ચાલુ જ રહે છે.. લેટેસ્ટ ઇનસેટ તસવીરમાં સૌરાષ્ટ્ર ઉપર વાદળા છવાયેલા દર્શાય છે.
જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના સાગર કાંઠે પ્રચંડ વાદળાઓ આવી રહેલા અને કાંઠે પહોંચી ગયેલા દેખાય છે. અત્યારે પણ પવન ખૂબ જ જોરથી ફુંકાય રહ્યો છે. બે દિવસ અત્યંત ભારે છે. સાવચેત રહેવું જરૂરી.
(10:21 AM IST)










