તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
રાજકોટ માં ૭૨ કલાક માં ૩૨ ઇંચ: મોસમનો કુલ વરસાદનો આંક ૪૬ ઇંચ પહોંચ્યો: જનજીવન ઠપ્પ
શહેરમાં રાત્રે વધુ દોઢ ઇંચ: ૨૪ કલાક માં ૯.૫ ઈંચ પાણી પડયુ

રાજકોટ: શહેરમા રવિવારની વહેલી સવારથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી રહ્યા છે. 15 હજારથી વધુ લોકોનું સ્થળાંતર મનપા અને પોલીસ તંત્ર દ્વારા પણ કરવામાં આવ્યુ છે. શહેરમાં 72 કલાકમાં 32 ઇંચ વરસાદ પડતા મોસમનો કુલ વરસાદનો આંક 46 એ પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 9.30 ઈંચ પાણી પડી ગયું છે
રાજકોટ માં જનજીવન ઠપ્પ થયુ છે. દૂધ ની ભારે અછત સર્જાઈ છે. શાકભાજી પણ આવતું નથી રસ્તાઓ ઉપર હજુ પાણી ભરાયેલા છે. રાજકોટ માં આખી રાત વરસાદ ધીમી ધારે પડયો છે. રાજકોટ માં રાત્રે વધુ દોઢ ઇંચ પડ્યો છે. ૨૪ કલાક માં ૯.૫ ઇંચ વરસાદ પડ્યો છે.
(12:02 PM IST)










