<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

રૈયા ચોકડી પાસે અને ઇસ્‍કોન મોલ પાસે આવાસમાં જૂગારના દરોડાઃ ૧૫ પકડાયાઃ ગાંધીગ્રામ અને યુનિવર્સિટી પોલીસે પત્તાપ્રેમીઓની મજા બગાડી

રાજકોટઃ રજાના દિવસોમાં જૂગાર રસીકોના રંગમાં ભંગ પાડવાનું યથાવત રહ્યું હતું. જુગારના વધુ બે દરોડામાં જાહેરમાં પત્તા ટીચતા ૧૫ શખ્‍સોને પકડી લીધા હતાં. ગાંધીગ્રામ પોલીસે રૈયા ચોકડી પાસે અને યુનિવર્સિટી પોલીસે ઇસ્‍કોન મંદિર પાસે આવાસ ક્‍વાર્ટરમાં દરોડો પાડયો હતો.

રૈયા ચોકડી પાસે કિસ્‍મત પાનવાળી શેરીમાં જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમી મળતાં ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી લલીત દામજીભાઇ ગોહેલ, હરસુખ નારણભાઇ ચુડાસમા, મકબુલ અલ્લારખાભાઇ હેરંઝા, જીજ્ઞેશ ચીમનભાઇ પરમાર, ચિરાગ તુલસીભાઇ ઠકરાર, ઇમરાન જાહીરભાઇ અંસારી, જુનેદ હનીફભાઇ કલાડીયા તથા મહેશ બીપીનભાઇ ઠાકરને પકડી લઇ ગંજીપાના તથા રૂા. ૧૦૭૫૦ની રોકડ કબ્‍જે લીધી હતી. પીઆઇ બી. ટી. અકબરીની રાહબરીમાં હેડકોન્‍સ. બી.વી. જાડેજા, પ્રદિપભાઇ ડાંગર સહિતે આ દરોડો પાડયો હતો.

જ્‍યારે અન્‍ય દરોડામાં કાલાવડ રોડ પર ઇસ્‍કોન મંદિર પાસે આદિત્‍ય ૭૯ કો.ઓપરેટીવ સોસાયટી પ્રધાન મંત્રી આવાસ યોજના ક્‍વાર્ટર એચ વીંગના ૧૪મા માળની લોબીમાં યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી જંકીત રમેશભાઇ આરદેસણા, સંજયભાઇ મનસુખભાઇ વાઘેલા, જયપ્રકાશ મગનભાઇ જોષી, સંદિપસિંહ રાજેન્‍દ્રસિંહ ગોહિલ, વિજય ધીરૂભાઇ સભાડ, કાળુ માણસુરભાઇ ખાચર તથા જયરાજ રામકુભાઇ ખાચરને પકડી લઇ ગંજીપાના તથા રૂા. ૧૭૨૦૦ કબ્‍જે લીધા હતાં. પીઆઇ એમ. જી. વસાવાની રાહબરીમાં એએસઆઇ વાય. ડી. ભગત, છત્રપાલસિંહ રાણા સહિતે આ દરોડો પાડયો હતો.

(11:55 AM IST)