તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
બેભાન હાલતમાં વિરમાયા પ્લોટના જયશ્રીબેન ચાવડા, હુડકોના પંકજભાઇ જાદવ અને ત્રંબાના ગીતાબેન વાઘેલાના મૃત્યુ

રાજકોટઃ બેભાન હાલતમાં ત્રણ લોકોના મૃત્યુ થયા હતાં. કોટક સ્કૂલ પાછળ ગવલીવાડ નજીક વિરમાયા પ્લોટ-૩માં રહેતાં જયશ્રીબેન જીવણભાઇ ચાવડા (ઉ.વ.૪૦) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
બીજા બનાવમાં કોઠારીયા હુડકો ક્વાર્ટર બી-૨૧૮માં રહેતાં પંકજભાઇ વિનોદભાઇ જાદવ (ઉ.વ.૩૯) નામના યુવાનને કેન્સરની બિમારી હોઇ ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ત્રીજા બનાવમાં ત્રંબા કસ્તુરબાધામ ખાતે રહેતાં ગીતાબેન દીપકભાઇ વાઘેલા (ઉ.વ.૪૬) ઘરે બેભાન થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ત્રણેય બનાવમાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે અને ખાનગી હોસ્પિટલ મારફત જાણ થતાં પ્ર.નગર, ભક્તિનગર અને આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી.
(12:00 PM IST)










