<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

રાજકોટના ઈશ્વરીયા ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે દિવાલ ધરાશાયી: ઝુપડામાં એક બાળકને સામાન્ય ઈજા

પ્રાથમિક સારવાર અપાઈ : મ્યુનિ. કમિશનરને આ ઘટનાની જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડ તેમજ સીટી એન્જિનિયરને સ્થળ પર મોકલ્યા હતા

રાજકોટ: રિજિયોનલ સાયન્સ સેન્ટર, ઈશ્વરીયા ખાતે ભારે વરસાદ અને પવનને કારણે એક દિવાલ પડી જતા દિવાલની પાછળ આવેલ ઝૂંપડામાં એક દોઢ વર્ષના બાળકને સામાન્ય ઈજા થઇ હતી. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રીને આ ઘટના અંગે જાણ થતા તેમણે તાત્કાલિક ફાયર બ્રિગેડ તેમજ સીટી એન્જિનિયરશ્રીને સ્થળ પર મોકલેલ. દરમ્યાન ૧૦૮ ઇમરજન્સી સેવાના સ્ટાફ તથા રિજિયોનલ સાયન્સ સેન્ટરના સ્ટાફ દ્વારા તાત્કાલિક બાળકને ઝુપડામાંથી બહાર કાઢીને સિવિલ હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવેલ. બાળકની પ્રાથમિક સારવાર ચાલુ છે. હાલ કોઈ મેજર ઇન્જરી જણાતી નથી. બાળક સ્વસ્થ છે.તેમ મનપાની સતાવાર યાદીમાં જણાવાયુ છે.

(3:53 PM IST)