<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

રાજકોટમાં મોડી રાત્રે વરસતા વરસાદમાં રેઇનકોટ પહેરી ૩ ચોર ઘરમાં ઘુસ્યા:ન્યુ રામેશ્વર નગરમાં દર્શનભાઈ જાદવના ઘરમાં ૫.૮૫ લાખની ચોરી: તસ્કર ત્રિપુટી સીસીટીવીમાં દેખાઈ : ભક્તિનગર પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ: શહેરનાના વીરાટનગર મેઈન રોડ ન્યુ રામેશ્વર નગર ૬માં દર્શનભાઈ ભાવેશભાઈ જાદવના ઘરમાં રેઇનકોટ પહેરીને આવેલા ૩ તસ્કરો રસોડામાં કબાટની તિજોરી તોડી રોકડા ૩૦ હજાર, સોના ચાંદીના દાગીના મળી ૫,૮૫,૦૦૦ની માલમત્તા ચોરી ગયા છે. આ ત્રણ સીસીટીવી ફૂટેજમાં તસ્કરો દેખાયા છે, સોળ મિનિટોમાં તસ્કરો ચોરી કરી ગયા હતાં. ભક્તિનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. દર્શનભાઈ અને માતા ઉપરના રૂમમાં સુતા હતાં, નાનો ભાઈ મિત્રો સાથે ગયો હોય વહેલી સવારે ઘરે આવ્યો ત્યારે ચોરીની જાણ થઈ હતી.

આ બારામાં પોલીસે ૨૯ વર્ષીય દર્શનભાઈ જાદવની ફરિયાદ નોંધી છે. તેમણે જણાવ્યું છે કે હુ મારા પરીવાર સાથે રહુ છુ અને ગોંડલ રોડ ઉપર ખેતલા આપા હોટલની બાજુમાં આવેલ વંદના ટ્રેકટરના શો-રૂમમાં મેનેજર તરીકે છેલ્લા ૭ વર્ષથી નોકરી કરૂ છુ. બે વર્ષ પહેલા મારા લગ્ન થયેલ છે. મારા પત્નીનુ નામ જાનકી છે. ગઇ તા.૨૫/૦૭/૨૦૨૪ના રોજ મારા પિતા ભાવેશભાઇ રામજીભાઇ જાદવ બીમારી સબબ અવસાન પામેલ હતા મારા મમ્મી ડીમ્પલબેન છે. અમે બે ભાઇઓ છીએ. જેમાં મોટો હુ છુ, મારાથી નાનો ભાઈ આકાશ છે જેની બે વર્ષ પહેલા સગાઇ થયેલ છે. મારો ભાઇ બાપુનગરમાં ગાદલાના કારખાનામાં કામે જાય છે, અમારા ઘરમાં નીચે હોલ તથા રસોડુ છે તથા ઉપરના માળે બે રૂમો આવેલ છે આ રીતે અમારા ઘરમાં સગવડ છે.

 રાત્રીના અઢી વાગ્યાના અરસામાં હુ અમારા ઘરમાં ઉપરના માળે આવેલ રૂમમાં સુઈ ગયેલ હતો ત્યારબાદ વહેલી સવારે ૦૪/૫૩ વાગ્યે મારા નાનાભાઈ આકાશનો મને ફોન આવેલ અને મને નીચે આવવાનુ કહેલ જેથી હુ ઉપરના રૂમ માંથી નીચે હોલમાં આવેલ ત્યારે મારો ભાઈ આકાશ તથા મારા મમ્મી બન્ને હાજર હતા. આકાશએ મને જણાવેલ કે રાત્રીના સાડા અગીયારેક વાગ્યે હુ મેઇન દરવાજાને તાળુ મારીને મારા મીત્રના ઘરે ગયેલ હતો અને ત્યાથી અમેં બધા મીત્રો જામનગર રોડ ઉપર આવેલ શિવશકિત હોટલે ગયેલ અને ત્યાથી ગોંડલ રોડ ઉપર આવેલ મહીરાજ હોટલએ આવેલ હતા. ત્યા નાસ્તો કરી અને બેઠેલ હતા ત્યાથી સવારે કલાક ૦૪/૫૦ વાગ્યે ઘરે આવેલ ત્યારે મેઇન દરવાજા ઉપર હુ જે તાળુ મારીને ગયેલ હતો તે તાળુ જોવામાં આવેલ ન હતુ આકળીયો બંધ હતો જે આકળીયો ખોલીને હુ અંદર આવેલ અને મમ્મીને જગાડેલ અને મમ્મીને કહેલ કે હુ મેઇન દરવાજે તાળુ મારીને ગયેલ હતો જે તાળુ હુ આવેલ ત્યા રે મારેલ ન હતુ.

 તેમ કહી હુ તથા મમ્મી બન્ને નીચે આવેલ અને ત્યારબાદ નીચેના રસોડામાં જવાના દરવાજાને આકડીયો મારેલ હતો જે હુ તથા મમ્મી ખોલીને અંદર ગયેલ અને રસોડામાં લાંકડાના દરવાજાની અંદર રાખેલ લોખંડનો કબાટ ખો લીને જોતા અંદર તીજોરીનુ ખાનુ તુટેલ હતુ ચોરી થયેલ હોય તેવુ લાગે છે. આમ મારા નાનાભાઈએ વાત કરેલ હતી ત્યાર બાદ અમે પરીવારના સભ્યોએ આ નીચેના રસોડામાં લોખંડના કબાટમાં તીજોરીમાં જોતા તીજોરી તોડી અને પતરૂ વાળી દિધેલ હોય તેવુ જોવામાં આવેલ જેથી અમે તીજોરીમાં જોતા પ્લાસ્ટીકની ડબ્બીઓમાં તેમજ પાકીટમાં રાખેલ અમારા પ રીવારના સભ્યો મારા મમ્મી તથા મારા પત્ની તથા નાનાભાઈ આકાશના નીચે મુજબની સોના-ચાંદીની વસ્તુઓની ચોરી થયેલ હોવાનુ જણાયેલ છે.

(૧) સોનાની માળા મારા મમ્મીની આશરે વજન ૨૦ ગ્રામની જે ચાલુ વર્ષે રાધીકા જવેલર્સ માંથી લીધેલ હતી જેની આશ ३३.३.२,००,०००/-(૨) સોનાનો કળી વાળા ઘાટ વાળો ચેઇન જેનો આશરે વજન ૨૦ ગ્રામનો જે મારા નાનાભાઈને તેના સસરા પક્ષ તરફથી સગાઇમાં મળેલ હતો તે જેની કિ.રૂ. આશરે ૧,૫૦,૦૦૦/-(૩) એક વીટી ઓમ તથા ત્રીશુલની નીશાની વાળી જેનો આશરે વજન ૭.૫૦ ગ્રામ જે મારા નાનાભાઇને તેના સસરા ૫ક્ષ તરફથી સગાઈમાં મળેલ હતો તે કિ.રૂ. આશરે ૩૫,૦૦૦/ (૪) સોનાનો ચેઇન જે મારા મમ્મીનો સને-૨૦૧૪ ના વર્ષમાં લીધેલ જેનુ વજન ૨૦.૫૨૦ ગ્રામ જેની કિ.રૂ. ૬૭,૦૦૦ (૫) સોનાની લેડીઝ વીંટી જે મારા મમ્મીની સને-૨૦૨૩ ના વર્ષમાં લીધેલ જેનુ વજન ૨.૯૧૦ ગ્રામ જેની કિ.રૂ.૨૧,૦০০/ (૬) સોનાની બે કાનસર જેનુ વજન ૪.૯૪૦ ગ્રામ તથા સોનાની બે-બુટી જે બન્ને મારા મમ્મીની જેનુ વજન ૩.૭૫૦ ગ્રામ જે બન્ને મળી કુલ વજન ૮.૬૯૦ ગ્રામ જેની કિ.રૂ.૫૬,૦૦૦, (૭) ચાંદીની પાયલ જે મારા પત્નીની સને-૨૦૨૧ ના વર્ષમાં લીધેલ જેનુ વજન ૬૯૦ ગ્રામ જેની કિ.રૂ.૩.૧૩૬/(૮) ચાંદીની પાયલ જે મારા મમ્મીની સને-૨૦૧૯ ના વર્ષમાં લીધેલ જેનુ વજન ૯૨.૬૦૦ ગ્રામ જેની કિ.રૂ.૬,૦૦૯ (૯) ચાંદીની પાયલ જે મારા મમ્મીની સને-૨૦૨૧ ના વર્ષમાં લીધેલ જેનુ વજન ૯૨૦ ગ્રામ જેની કિ.રૂ.૫, ૬૯૩/ (૧૦) સોનાના નાકના દાણા મારા મમ્મી તથા પત્નીના નંગ-૦૩ તથા એક પાતળી નથણી જેની કિ.રૂ. આશરે ૧૧,૧૬૨ (૧૧) રૂ.૫૦૦ ના દરની નોટ નંગ-૬૦ રૂ.૩૦,૦૦૦ મળી આશરે ૮ તોલા જેટલા વજનના સોનાના દાગીના તથા ૧૬૦૦ ગ્રામ જેટલા ચાંદીના દાગીના તથા રોકડા રૂ પીયા મળી કુલ રૂ.૫,૮૫,૦૦૦ની ચોરી થઈ હોય તેવુ જણાતા વહેલી સવારે અમારી જમણી તરફ બાજુમાં રહેતા હીરલબેન કડીયાને ત્યા CCTV કેમેરા લગાડવેલ હોય તે CCTV કેમેરા ચેક કરતા તા.૨૮/૦૮/૨૦૨૪ના કલાક ૧૨/૩૩ વાગ્યે એક મોટર સાયકલ ઉપર ત્રણ વ્યકિત આવે છે અને તુરત જ શેરીના ખુણા પાસેથી પાછા જતા જોવામાં આ વે છે એકાદ મીનીટ બાદ સ્પ્લેન્ડર જેવુ મોટર સાયકલ રાખીને ચાલીને આવે છે અને અમારા ઘરના મેઇન દરવાજામાં સળીયા જેવુ કાઢીને તાળુ તોડતા હોય તેવુ જોવામાં આવે છે આ ત્રણ વ્યકિતઓ માંથી એક નાનો બાળક હોય તેવુ જણાય છે. કલાક ૧૨/૪૯ વાગ્યે આ ત્રણેય વ્યકિત અમારા ઘરની બહાર આવે છે અને ચાલીને મોટર સાયકલ રાખેલ તે જગ્યા તરફ જાય છે. આ ત્રણ અજાણ્યા વ્યકિતએ આજરોજ મોડી રાત્રીના કલાક ૧૨/૩૩ વાગ્યે અમારી શેરીમાં સ્પ્લેન્ડર મોટર સાયકલ લઇ આવી અને અમારા ઘરનો લોખંડનો મુખ્ય દરવાજાના આગળીયા ઉપર લગાડવામાં આવેલ તાળુ તોડી ઘરની અંદર પ્રવેશ કરી ઘરમાં નીચેના ભાગે રસોડામાં લોખંડના કબાટમાં તીજોરીમાં શખેલ સોના-ચાંદીના દાગીનાઓ તથા રોકડા રૂપીયા મળી કુલ રૂ.૫,૮૫,૦૦૦ની ચોરી કરી લઇ ગયા છે. તેમ દર્શનભાઈએ વધુમાં જણાવતા ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ પી.એસ.ગોહિલેગુણો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

(6:49 PM IST)