<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

ખાખીએ દેખાડી ખુમારી! : બહારગામથી રાજકોટ સારવાર અર્થે આવેલ વૃદ્ધ દર્દીને સહી સલામત હોસ્પિટલે પહોંચાડ્યા : જુઓ વિડીયો

માધાપર ચોકડી ખાતે ઓવરબ્રિજ નીચે ભારે પાણીમાં ફસાયેલ દિવના વૃદ્ધ માજીને રાજકોટ પોલીસના જવાને હાથે ઊચકી ને પોલીસ ગાડીમાં બેસાડી, હોસ્પિટલ પહોંચાડ્યા

રાજકોટ : આજે અતિભારે વરસાદે સમગ્ર શહેરને બાનમાં લીધું હતું. અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. આ બધા વચ્ચે રાજકોટ શહેર પોલીસે, હાથે ઊચકી ને, વરસાદમાં ફસાય ગયેલ એક વૃદ્ધ દર્દીને પોલીસની ગાડીમાં બેસાડી, હોસ્પિટલ સારવાર અર્થે પહોંચાડ્યા હતા.

આજે બપોરે માધાપર ચોકડી ખાતે ઓવરબ્રિજ નીચે ભારે પાણી ભરાયા હોય, ત્યાંથી ગાડી નિકડવી મુશ્કેલ હતી. આવા સમયે શહેર પોલીસ મદદે આવી હતી.

મૂળ ટંકારા તાલુકાના ગણેશપરના મિતુલભાઈ પાલરીયા, ટ્રાફિકના હેડ કોન્સ્ટેબલે, બનાવની ગંભીરતા સમજી તાત્કાલિક સરકારી ગાડીમાં બેસાડી, ભારે પાણીમાં ફસાયેલા, બહારગામથી આવી રહેલ વૃદ્ધ દર્દીને હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા.

વયોવૃદ્ધ માજી દિવથી બિમારીની સારવાર અર્થે રાજકોટ આવ્યા હતા અને રાજકોટ હોસ્પિટલે પહોંચવામાં રસ્તામાં પાણીમાં ફસાયા હતા. આવા સમયે રાજકોટ પોલીસના જવાનોએ મદદ કરીને ખાખીની ખુમારી બતાવી હતી.

(8:53 PM IST)