<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

ફરજમાં બેદરકારી બદલ વોર્ડ નં. ૭ ના સફાઇ કામદારોને પાણીચુ પકડાવાયુ : સસ્‍પેન્‍ડ

હાજીર હો... સફાઇ કામદારોને તાત્‍કાલિક ધોરણે ફરજ પર હાજર થવા વોર્ડના એસ.આઇ./એસ.એસ.આઇ.ને સુચના

રાજકોટ : શહેરમાં ભારે વરસાદ અને પુર જેવી પરિસ્‍થિતિ ઉત્‍પન્ન થયેલ હોય, શહેરના વિસ્‍તારોની સફાઇ તાત્‍કાલિક ધોરણે કરવાની જરૂરીયાત હોય, વોર્ડમાં સફાઇ કામદાર તરીકે કામગીરી કરતાં તમામ સફાઇ કામદારોને તાત્‍કાલિક ધોરણે પોતાની ફરજ પર હાજર થવા જરૂરી સુચના આપવી તેમજ કોઇપણ પ્રકારની મંજુરી વગર ગેરહાજર રહેનાર સફાઇ કામદાર સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તે અંગે  મહાનગરપાલિકાની સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખામાં કામગીરી કરતાં વોર્ડના એસ.આઇ./એસ.એસ.આઇ.ઓને સુચિત કરવામાં આવેલ છે.

મહાનગરપાલિકાની સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગના વોર્ડ નં.૦૭/ડ માં ફરજ બજાવતા સફાઈ કામદાર  શારદાબેન ઇશ્વરભાઇ સોલંકી તા.૨૯ ના  રામનાથપરા મેઇન રોડ સફાઇની કામગીરી સોંપવામાં આવેલ હોય, જે અન્‍વયે પર્યાવરણ ઇજનેર તથા નાયબ પર્યાવરણ ઇજનેરના રાઉ દરમ્‍યાન  શારદાબેન ઇશ્વરભાઇ સોલંકી તે વિસ્‍તાર હાજર ન હતા તેમજ સોંપેલ વિસ્‍તારની સફાઇ પણ કરેલ ન હતી. જે બાબતેના રીપોર્ટથી વોર્ડ નં.૭/ડ ના એસ.એસ.આઇ. દ્વારા રીપોર્ટ રજુ કરવામાં આવેલ હતો. ઉપરોક્‍ત વિગતે ફરજ પ્રત્‍યેની લાપરવાહી, નિષ્‍કાળજી તેમજ ભારે વરસાદ અને પુર જેવી પરિસ્‍થિતીમાં સફાઇની કામગીરી થવી અતિ-આવશ્‍યક હોય, આવા સંજોગોમાં ગેરહાજરી, ફરજ પરથી જતા રહેવું તે ગંભીર બાબત હોય, સફાઈ કામદાર  શારદાબેન ઇશ્વરભાઇ સોલંકીને તાત્‍કાલિક અસરથી પોતાને સોપેલ ફરજ પરથી સસ્‍પેન્‍ડ કરવામાં આવે છે.  

(5:05 PM IST)