તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
News of Friday, 30th August 2024
શ્રાવણ માસ નિમિતે સર્વકલ્યાણ અર્થે રાજૂભાઇ પોબારૂ દ્વારા શિવપૂજા
પ.પૂ. રણછોડદાસજીબાપુના આશ્રમ ખાતે

રાજકોટ તા. ૩૦ :.. ભોળાનાથ ભગવાનનો પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. અને દેશના તમામ શિવાલયોમાં ‘હર હર મહાદેવ' ના નાદ સતત ગૂંજી રહ્યા છે. લોકો પણ પવિત્ર શ્રાવણ મહિનામાં શિવભકિતમાં લીન થઇને પૂણ્યનું ભાથું બાંધી રહ્યા છે.
રાજકોટ ખાતે કુવાડવા રોડ ઉપર આવેલ પ.પૂ. રણછોડદાસજીબાપુના આશ્રમ ખાતે સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન શિવ ભગવાનનો અભિષેક ચાલી રહ્યો છે. રાજકોટના લોકો સહિત સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તેવા ઉમદા અને પવિત્ર આશય સાથે વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' ના પ્રમુખ અને સૌરાષ્ટ્રના ટોચના બિલ્ડર (પ્રભુ ગ્રુપ) શ્રી રાજુભાઇ પોબારૂ દ્વારા પ.પૂ. રણછોડદાસજીબાપુ (પૂ. ગુરૂદેવ)ના આશ્રમ ખાતે શ્રાવણ માસ નિમિતે શિવપૂજા કરવામાં આવી હતી.
પોઝીટીવીટી, ધાર્મિક મનોવૃત્તિ, ભારતીય સંસ્કૃતિ, દયાભાવના સાથે સમાજના તમામ લોકોનું કલ્યાણ થાય અને દરેક મુશ્કેલીનો નાશ થાય તેવી પ્રાર્થના શંકર ભગવાન સમક્ષ શ્રી રાજુભાઇ પોબારૂએ કરી હતી.
(3:43 PM IST)










