<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

કાલથી રસ્‍તાઓનો સર્વે : સફાઇ ઝુંબેશને પ્રાથમિકતા ‘‘અકિલા'' સાથે મ્‍યુ. કમિશનરની વાતચીત : આગામી રૂપરેખા જણાવી

શહેરમાં ધરાશાયી થયેલ વૃક્ષોની ડાળીઓ હટાવાશે : કોઠારીયા-માધાપરમાં નુકશાનીનો સર્વે કરાશે : ડ્રી વોટરીંગ વધારવા પ્રયત્‍નશીલ : ખાસ અધિકારીઓની ટીમ બનાવાઇ

રાજકોટ, તા. ૩૦ : શહેરમાં વરસાદે  ભારે ખાના ખરાબી સર્જી છે. રોડ-રસ્‍તા બીસ્‍માર બન્‍યા છે, ઠેર-ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે, પાણી પણ ભરાયેલા હોય જેથી રોગચાળાનો ખતરો પણ ઉભો થવાની ભીતી સેવાઇ રહી છે, ત્‍યારે ‘‘અકિલા'' સાથેની વાતચીતમાં મ્‍યુ. કમિશનર ડી.પી. દેસાઇએ જણાવેલ કે, કાલથી રોડ-રસ્‍તા અંર્ગે શરૂ કરવામાં આવનાર છે.

તેમણે વધુમાં જણાવેલ કે, વરસાદ રહી જતા સફાઇને પ્રાથમિકતા આપી શહેરભરમાં દવા છંટકાવ પણ કરવામાં આવશે, જે માટે ૧૮ વોર્ડમાં ૯ અધિકારીઓને સંકલનની જવાબદારી સોંપવામાં આવીછ ે. જે અન્‍વયે  કાલથી કામગીરીનો ધમધમાટ શરૂક રી દેવામાં આવશે.

ઉપરાંત શહેરમાં વરસાદ દરમિયાન ર૦૦ થી વધુ વૃક્ષો ધરાશાયી થતા તેને હટાવી અને રસ્‍તો ખુલો કરવાની કાર્યવાહી કરાયા બાદ તેની ડાળીઓ ઉપાડવાનું પણ ગાર્ડન શાખા દ્વારા શરૂ કરવામાં આવનાર છે. જે માટે ગાર્ડન શાખામાં અનેસીડીસીનો સ્‍ટાફ પણ જોડવામાં આવ્‍યો છે.

સાથે શહેરના નવા ભળેલા વિસ્‍તારો કોઠારીયા- માધાપર માં પાણી ભરાયા છે  ત્‍યાં નિકાલની સાથે નુકશાનીનો સર્વે પણ કરવામાં આવશે. ઠેર-ઠેર ભરાયેલ વરસાદી પાણીના નિકાલ માટે ડ્રી વોટરીંગ વધારવા પણ પ્રયત્‍નો કરવામાં આવનાર હોવાનું મ્‍યુ. કમિશનર ડી.પી. દેસાઇએ અંતમાં જણાવ્‍યું હતુઁં.

ધરમનગર ડ્રેનેજ છલકાવાની ફરીયાદ દિલ્‍હી પહોંચી : તંત્ર દોડયુ : નિકાલ કરાયો

રાજકોટ : શહેરના રૈયા રોડ સ્‍થિત ધરમનગર સોસાયટીમાં ડ્રેનેજની ફરીયાદનો નિકાલ ન થતા એક જાગૃત નાગરિક અમિત દવેએ કેન્‍દ્રીય જળ-સંશાધન મંત્રી સી.આર. પાટીલને આ અંગે ફરીયાદ કરતા દિલ્‍હીથી તેમના પીએ દ્વારા મનપાના સ્‍ટે. ચેરમેન જયમીન ઠાકરને આ અંગે પુછપરછ કરતા તંત્ર દોડયું હતું.

આ વિસ્‍તારની ડ્રેનેજની ફરીયાદોનો તાબડતોબ રૂપે નિકાલ કરવામાં આવ્‍યો હતો.

(3:54 PM IST)