<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

વોર્ડ નં. ૮માં સ્‍વામીનારાયણ મંદિર પાછળ રહેણાંક વિસ્‍તારમાં ડ્રેનેજનું ગંદુ પાણી છોડાતા લોકો પરેશાન...

રાજકોટ : શહેરના પોશ વિસ્‍તાર ગણાતા વોર્ડ નં. ૮માં કાલાવડ રોડ પર આવેલ સ્‍વામીનારાયણ મંદિર પાછળના સહકારનગર મેઇન રોડ પર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજમાં ડ્રી વોટરીંગ મશીન મુકી છેલ્લા બે દિવસથી સતત પાણી છોડાતા અહીં રહેતા લોકોના ઘર પાસે ગંદુ વાસવાળુ પાણી ભરાતા અને ગંદકીનું સામ્રાજ્‍ય સર્જાતા લોકો હેરાન - પરેશાન થઇ ગયા છે. ઉલ્લેખનિય છે કે, મનપા તંત્ર જાહેર રોડ પર પાણી નીકાલ કરી શકે છે પણ રહેણાંક વિસ્‍તર કે ઘર આસપાસ પાણી છોડી શકે નહીં. ઉચ્‍ચ કક્ષાએ રજુઆત કરતા હાલ પાણી છોડવાનું બંધ થયું છે પણ ડ્રી વોટરીંગ મશીન ત્‍યાં રાખી રાત્રે કામગીરી કરવાનું આયોજન ગોઠવાઇ રહ્યું હોય તેમ લાગે છે. સૂત્રોનું કહેવું છે કે, રાજકીય પ્રેશર હોય ડ્રેનેજનું ગંદુ પાણી છોડાશે. લતાવાસીઓનાં આરોગ્‍યનાં જોખમે આ ગંદુ પાણી રોડ પર નિકાલ કરવો કેટલો યોગ્‍ય ? તેવા પ્રશ્નો મનપા તંત્રવાહકો સામે ઉઠી રહ્યા છે.

(3:55 PM IST)