News of Saturday, 31st August 2024
જય મહાદેવ....સોમવારે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીની વર્ણાંગી
ભીલવાસ સ્થિત ૯૮ વર્ષ પુરાણા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીના સાનિધ્યમાં ભકિત, ભોજન, ભજનનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ : નિજ મંદિરેથી વર્ણાંગીનો પ્રારંભ થઇ શ્રી રોકડીયા હનુમાનજી મંદિર, અકિલા પ્રેસ, શ્રી પંચનાથ મંદિર થઇ પરત કાશી વિશ્વનાથ મંદિરે સમાપન : ભાવિકોને રૂદ્રાક્ષ પ્રસાદી રૂપે અપાશે : શ્રી કાશી વિશ્વનાથ ભીલ ધૂન મંડળનો ૭૮માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ : શહેરની મધ્યે ભીલવાસ-૩ ખાતે ૯૮ વર્ષથી બિરાજતા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ શ્રાવણ વદ અમાસના દિવસે ભકિત, ભોજન, ભજનના ત્રિવેણી સંગમ -સમા કાર્યક્રમનું આયોજન થયું છે.
શ્રી કાશી વિશ્વનાથ ભીલ ધુન મંડળની આ શ્રાવણ વદ અમાસને ર સપ્ટેમ્બરે ૭૮ મી વર્ષગાંઠ છે. તેની ઉજવણી પ્રસંગે દર વર્ષની જેમ ધુન મંડળના તમામ સભ્યો દ્વારા તડામાર તૈયારી ચાલી રહી છે.
તા. ર સોમવારે વહેલી સવારે ૪-૩૦ કલાકે મહાપૂજા, સવારે ૯ કલાકે શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીની વર્ણાગી (ફુલેકુ) નો રૂટ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી શરૂ થઇને જયશ્રી રોકડીયા હનુમાન મંદિર, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, શ્રી પંચનાથ મહાદેવ મંદિર, હરિહર ચોક, ફુલછાબ ચોક થઇને શ્રી કાશી વિશ્વનાથ મંદિરે ૧૧-૩૦ કલાકે પૂર્ણાહૂતિ થશે. બપોરે ૧ર કલાકે મહાઆરતી રાખેલ છે. ત્યારબાદ સર્વે ભકતજનો, મહાદેવજીના મહાપ્રસાદનો લાભ લેશે. અને સાંજે ૬ કલાકે શ્રંૃગાર દર્શન, સાંજે ૭ કલાકે મહાઆરતી અને રાત્રે ૯-૩૦ કલાકે સંતવાણીનો કાર્યક્રમ યોજાશે.
જેમાં સંતવાણી આરાધક શ્રી જયદેવ ગોસાઇ એન્ડ ગ્રુપ દ્વારા સંતવાણી પિરસશે. ધર્મપ્રેમી જનતાને શ્રી કાશી વિશ્વનાથ ભીલ ધુન મંડળના તમામ સભ્યો આમંત્રણ અપાયું છે. તસ્વીરમાં ધર્મેશગીરી ગોસાઇ, ઇશ્વરભાઇ મે., અંકિતભાઇ મુલીયાણા, મિહીર મો., રોહન કોલી, દિનેશભાઇ મુલીયાણા, રવિ મુલીયાણા, દિપક મુલીયાણા અને રાજુભાઇ (ગાવાભાઇ), નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:28 PM IST)










