<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 1st September 2024

રાજકોટની કોટક શેરીમાં શંકાસ્‍પદ કોલેરાઃ સાંગણવા ચોક વિસ્‍તારથી ર કિમી એરીયામાં અનેક પ્રતિબંધો મુકાયા

જીલ્લા કલેકટરનું જાહેરનામું: કોરોના નિયંત્રણ અધિકારી તરીકે કોર્પોરેશન આરોગ્‍ય અધિકારને હવાલો..

રાજકોટ તા.૩૧: શહેરના મારૂતિ એપાર્ટમેન્‍ટ ૧-બી, કોટક શેરી નં. ૨, લોહાણા મહાજન વાડી પાસે, સાંગણવા ચોક વિસ્‍તારમાં શંકાસ્‍પદ કોલેરાનો ૧ (એક) કેસ નોંધાયેલ હોવાના અહેવાલ આરોગ્‍ય અધિકારી, મહાનગરપાલિકાના પત્રથી મળેલ છે. જે ધ્‍યાને લેતા રાજકોટ શહેરના મારૂતિ એપાર્ટમેન્‍ટ ૧-બી, કોટક શેરી નં. ૨, લોહાણા મહાજન વાડી પાસે, સાંગણવા ચોક વિસ્‍તાર અને તેની આજુબાજુના ૨ કિ.મી.ના વિસ્‍તારમાં પ્રતિબંધો મુકવા જરૂરી જણાય છે. આ રોગચાળો દુષિત પાણી પીવાથી તેમજ આ પાણીના વપરાશથી બનતા અને ખુલ્લામાં બજારમાં વેંચાતા ખાદ્ય પદાર્થ જેવા કે શેરડીનો રસ, દુષિત પાણીથી બનતો બરફ, કુલ્‍ફી, લોકલ ઠંડા પીણા, છાશ, દુધની બનાવટો વગેરેના ઉપયોગથી ફેલાતો હોય રોગચાળો ફેલાતો અટકાવવા માટે તાત્‍કાલીક અસરથી જાહેરનામુ પ્રસિધ્‍ધ કરવુ જરૂરી જાણમ છે.

લોકોનું સ્‍વાસ્‍થ્‍ય ન જોખમાય અને રોગચાળો ફેલાતો અટકાવવાના હેતુથી રાજકોટ શહેરના મારૂતિ એપાર્ટમેન્‍ટ ૧-બી, કોટક શેરી નં. ૨, લોહાણા મહાજન વાડી પાસે, સાંગણવા ચોક વિસ્‍તાર તથા આજુબાજુના ૨ કિ.મી. વિસ્‍તારમાં ખાણીપીણીની દુકાનો, લારી-ગલ્લા, સ્‍ટોલ, શેરડીના રસના ચીચોડા, ફળોના ટુકડા કરી તેનું વેંચાણ કરવું તેમજ બરફ અને બરફમાંથી બનતી ખાદ્ય ચીજોના વેંચાણ પર પ્રતિબંધ મુકવો  જણાય છે. જેથી કલેકટરશ્રી પ્રભવ જોષીએ મળેલ સત્તાની રૂએ નીચે દશાવ્‍યા મુજબના વિસ્‍તારમાં તા.૩૦/૦૮/૨૦૨૪ થી તા.૨૯/૧૦/૨૦૨૪ સુધીના સમયગાળા માટે નીચે દર્શાવ્‍યા મુજબની સુચનાઓનો ચુસ્‍તપણે અમલ કરવા આદેશો કર્યા છે., તથા કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે કોર્પોરેશનના આરોગ્‍ય અધીકારીને હવાલો સોંપ્‍યો છે.

કોલેરાગ્રસ્‍ત/ કોલેરા ભયગ્રસ્‍ત વિસ્‍તારનું નામ રાજકોટ શહેરના મારૂતિ એપાર્ટમેન્‍ટ ૧-બી, કોટક શેરી નં.ર, લોહાણા મહાજન વાડી પાસે, સાંગણવા ચોક વિસ્‍તાર તથા આજુબાજુનો ૨ કિ.મી.નો વિસ્‍તાર. કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે નિમણુંક પામેલ અધિકારી આરોગ્‍ય અધિકારીશ્રી રાજકોટ મહાનગરપાલીકા.

(10:26 AM IST)