News of Monday, 2nd September 2024
સર્વપિત્રી અમાસ

આજે સોમવતી ભાદરવી અમાસે લોકોએ પિતૃ તર્પણ કર્યુ હતુ. શહેરના રામનાથ ઘાટ તેમજ વ્વિધ સ્થળોએ પીપડો, વડલો જેવા પવિત્ર વૃક્ષોને પાણી રેડી પિતૃઓને તૃપ્ત કર્યા હતા. છેલ્લા બે દિવસથી બહેનો દ્વારા પિતૃ તર્પણ થઇ રહ્યુ હતુ. આજે સર્વપિત્રી અમાસે પુરૂષોએ પીપળે પાણી રેડીવાનો લાભ લીધો હતો. સાથે દાન દક્ષિણા અને મંદિરોમાં દર્શન પૂજનનો મહિમા પણ ઉજાગર થયો હતો. આજીનદી કાંઠે બીરાજતા રામનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં પિતૃ તર્પણ માટે ઉમટેલ ભાવિકજનો નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા
(11:50 AM IST)










