News of Monday, 2nd September 2024
સ્વામિનારાયણ ગુરૂકુલના સંતો અકિલાના આંગણે: કિરીટભાઇ ગણાત્રાને તલનો હાર પહેરાવીને આશીર્વાદ
સત્સંગનો મહિમા અને ગુરૂકુલની ધાર્મિક, શૈક્ષણિક, સેવાકીય પ્રવૃત્તિઓ વર્ણવતા પ્રભુ સ્વામી

જય સ્વામિનારાયણ : શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાનના સુરત સ્થિત શ્રી પ્રભુચરણ સ્વામી, શ્રી ધર્મકિશોરદાસજી સ્વામી અને સુપ્રસિધ્ધ હરિભકત તથા રાજકોટના મોરબી રોડ પર રતનપર - કાગદડી વચ્ચે નિર્માણાધીન કન્યા ગુરૂકુલના ભૂમિદાતા શ્રી વસંતભાઇ લીંબાસિયાએ શુક્રવારે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધેલ. ગુરૂકુલના સંતો સમયાંતરે અકિલાના આંગણે પધરામણી કરતા હોય છે તે લાગણીભીની પરંપરા અનુસાર સંતોએ આવીને હજારો સુક્ષ્મ તલમાંથી બનાવેલ પ્રસાદીનો કલાત્મક હાર પહેરાવી શ્રી કિરીટભાઇ ગણાત્રા અને અકિલા પરિવાર પર આશીર્વાદ વરસાવ્યા હતા. ગુરૂકુલના વડા શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી તથા મહંત શ્રી દેવપ્રસાદદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ ગુરૂકુલ દ્વારા દેશ-વિદેશમાં ચાલતી શૈક્ષણિક, આધ્યાત્મિક, સેવાકીય વગેરે પ્રવૃત્તિની ચર્ચા કરેલ. રાજકોટનું કન્યા ગુરૂકુલ જુન ૨૦૨૫થી કાર્યરત કરવાનો નિર્દેષ તેમણે કર્યો હતો. હાલ મોરબી રોડ પર કાગદડી - રતનપર વચ્ચે બાંધકામ પુરજોશમાં ચાલુ છે. વસંતભાઇ લીંબાસિયાએ કન્યા ગુરૂકુલ માટે કરોડોની કિંમતની જમીનનું દાન આપવાની ઘટનાને પોતાનું સૌભાગ્ય ગણાવી પ્રસન્નતા વ્યકત કરેલ. શ્રી પ્રભુ સ્વામીએ અકિલા પરિવાર સાથેના વર્ષો જુના સંભારણા વાગોળ્યા હતા. આ પ્રસંગે શ્રાવણ માસમાં સંતોની પ્રેરણાથી કઠોર ઉપવાસ કરી રાહ ચીંધનાર ગુરૂકુલના ધો. ૭ના વિદ્યાર્થી કુશ હાર્દિકભાઇ ચંદારાણા તથા અકિલા પરિવારના ડો. અનિલ દશાણી ઉપસ્થિત હતા. (તસ્વીર : સંદીપ બગથરિયા)
(12:17 PM IST)










