News of Monday, 2nd September 2024
અકિલા - લોહાણા મહાજન રાસોત્સવ : જાજરમાન આયોજન
વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન દ્વારા આયોજીત' : તારીખ ૩ ઓકટોબરથી ૧૨ ઓકટોબર ૨૦૨૪ દરમિયાન હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્ડ, માધાપર ચોકડી, રાજકોટ ખાતે અદ્કેરૂ આયોજન : પૂરતી સલામતી સાથે એક લાખ વોટની અદ્યતન સાઉન્ડ સિસ્ટમ્સના સહારે રઘુવંશી યુવક - યુવતીઓ માતાજીની આરાધના કરશે : પાસ બુકીંગ માટે રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટ ઓફિસ, મહિલા કોલેજ અન્ડરબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રૂબરૂ અથવા મો.નં. ૯૫૩૭૭ ૧૧૭૭૪ ઉપર સંપર્ક કરી શકાય છે : વિજેતાઓને દરરોજ આકર્ષક ઇનામો સાથે મેગા ફાઇનલમાં પ્રિન્સ-પ્રિન્સેસ વિજેતાઓને ૨૫ ગ્રામ, ૧૦ ગ્રામ : તથા ૫ ગ્રામ ગોલ્ડ, બાઇક, એકટીવા, ટી.વી., મોબાઇલ, લેપટોપ, સ્માર્ટ વોચ, ફ્રીઝ, વોશીંગ મશીન સહિતના લાખેણા ઇનામો અપાશે : સુપ્રસિધ્ધ એસ.ડી.ગઢવી ઓર્કેસ્ટ્રાના સહારે જયદાન ગઢવી, ગાથા પોટા, ધૈર્ય રાજપરા, પ્રિયા પરમાર સહિતના વિખ્યાત ગાયકો જમાવટ કરશે : અંબિકા સાઉન્ડ દ્વારા ઓરીજીનલ જીબીએલ સાઉન્ડ સિસ્ટમ્સની સાથે ખેલૈયાઓ થીરકશે : લોહાણા મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ : ચોટાઇ સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ દ્વારા તૈયારીરૂપે બેઠકોનો ધમધમાટ

રાજકોટ તા. ૨ : માતાજીની આરાધના કરવા માટે સમગ્ર ગુજરાતનો મુખ્ય તહેવાર નવરાત્રી એક મહિના પછી શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' દ્વારા તા. ૩-૧૦-૨૦૨૪ થી તા. ૧૨-૧૦-૨૦૨૪ દરમિયાન સતત બીજા વર્ષે ‘અકિલા લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૪'નું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે.
અકિલા પરિવારના મોભી, જ્ઞાતિશ્રેષ્ઠી શ્રી કિરીટભાઇ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ યોજાનાર ‘અકિલા લોહાણા મહાજન રાસોત્સવ'નું ભવ્ય - અદકેરૂ આયોજન હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્ડ, માધાપર ચોકડી, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે. પૂરતી સલામતી સાથે અંબિકા સાઉન્ડની એક લાખ વોટની ઓરીજીનલ ‘જેબીએલ' સાઉન્ડ સિસ્ટમ્સ સાથે રઘુવંશીઓ માતાજીની આરાધના કરશે. પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ સહિતના વિજેતાઓને દરરોજ આકર્ષક ઇનામો આપવામાં આવશે તથા મેગા ફાઇનલમાં કિંગ, ક્વીન, પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસ વિજેતાઓને ૨૫ ગ્રામ, ૧૦ ગ્રામ તથા ૫ ગ્રામ ગોલ્ડ, બાઇક, એકટીવા, ટી.વી., મોબાઇલ, લેપટોપ, સ્માર્ટવોચ, ફ્રીઝ, વોશીંગ મશીન સહિતના લાખેણા ઇનામો તટસ્થ નિર્ણાયકોની હાજરીમાં આપવામાં આવશે.
સુપ્રસિધ્ધ એસ.ડી.ગઢવી ઓર્કેસ્ટ્રાના સહારે જયદાન ગઢવી, ગાથા પોટા, ધૈર્ય રાજપરા, પ્રિયા પરમાર સહિતના વિખ્યાત ગાયકો પોતાના મધુર કંઠે ખેલૈયાઓને થીરકવા મજબુર કરી દેશે. રઘુવંશીઓ પોતાના પાસ બુકીંગ માટે રાજકોટ લોહાણા મહાજન ટ્રસ્ટ ઓફિસ, મહિલા કોલેજ અન્ડરબ્રીજ ઉપર, ભવાની ગોલા સામે, કાલાવડ રોડ, રાજકોટ ખાતે સવારે ૧૦ થી ૧ તથા સાંજે ૪ થી ૭ દરમિયાન રૂબરૂ સંપર્ક કરી શકે છે અથવા તો વધુ વિગતો માટે ઉપરોકત સમય દરમિયાન મો.નં. ૯૫૩૭૭ ૧૧૭૭૪ ઉપર સંપર્ક કરી શકે છે. સીઝન પાસ લેનાર ખેલૈયાઓ જ મેગા ફાઇનલમાં ઇનામને પાત્ર બની શકશે તેવું રાજકોટ લોહાણા મહાજનની યાદીમાં જણાવાયું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત નવરાત્રી મહોત્સવ દરમિયાન પણ ‘અકિલા લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૩' ભારે આકર્ષણરૂપ રહ્યો હતો અને રઘુવંશીઓ - યુવાધનને રીતસર ઘેલું લગાડયું હતું. સમગ્ર વિશ્વમાં લાખો લોકોએ ‘અકિલા' ના માધ્યમથી આ યાદગાર રાસોત્સવને લાઇવ નિહાળ્યો હતો.
અકિલાના એકઝીક્યુટીવ એડીટર નિમિષભાઇ ગણાત્રાનો સતત સાથ, સહકાર, હૂંફ મળી રહેલ છે.
હજ્જારો રઘુવંશી ખેલૈયાઓની આતૂરતાનો અંત લાવનાર ‘અકિલા - લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૪'ને સફળ બનાવવા માટે રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ, મહાજન ઉપપ્રમુખ શ્રીમતિ રૂપલબેન રાજદેવ, મંત્રી શ્રીમતિ રીટાબેન કોટક, ખજાનચી શ્રી ધવલભાઇ કારીયા, પ્લાનિંગ એન્ડ ડેવલપમેન્ટ કમિટિના ચેરમેન શ્રી હિરેનભાઇ ખખ્ખર, ઓડીટ એન્ડ ફ્રોડ મોનિટરીંગ કમિટિના ચેરમેન શ્રી ધવલભાઇ ખખ્ખર, મહિલા સમિતિના ચેરપર્સન શ્રીમતિ રીટાબેન કુંડલીયા, ટ્રસ્ટીઓ શ્રી હરીશભાઇ લાખાણી, જીતુભાઇ ચંદારાણા, એડવોકેટ શ્યામલભાઇ સોનપાલ, ડો. પરાગભાઇ દેવાણી, શ્રી દિનેશભાઇ બવારીયા, એડવોકેટ તુષારભાઇ ગોકાણી, શ્રી કિશોરભાઇ કોટક, ડો. ભાવેશભાઇ સચદે, ડો. જનકભાઇ ઠક્કર, ડો. ચેતનભાઇ હિન્ડોચા, એડવોકેટ મનિષભાઇ ખખ્ખર, શ્રી શૈલેષભાઇ પાબારી, શ્રી મુકેશભાઇ પાબારી, શ્રીમતિ અલ્પાબેન બરછા, શ્રીમતિ નિકિતાબેન નથવાણી, શ્રીમતિ અલ્કાબેન પૂજારા, શ્રીમતિ ભાવિનીબેન ખખ્ખર, ડો. કૃપાબેન ઠક્કર, શ્રીમતિ સીમાબેન રાજદેવ સહિતના અગ્રણીઓ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
જ્ઞાતિ સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂં પાડતા હરીશભાઇ લાખાણી
સતત બીજા વર્ષે ખેલૈયાઓને મનગમતુ
ગ્રાઉન્ડ વિનામૂલ્યે પુરૂં પાડશે
રાજકોટ તા. ૨ : અકિલા - લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૪નું ધમાકેદાર આયોજન હરીશભાઇ લાખાણીનું ગ્રાઉન્ડ, માધાપર ચોકડી, રાજકોટ ખાતે થવા જઇ રહ્યું છે ત્યારે રાસોત્સવના મેદાનના ઓનર, રાજકોટ લોહાણા મહાજનના ટ્રસ્ટી અને વિખ્યાત ડી.એમ.એલ., કોર્પોરેટ ગ્રુપના ચેરમેન શ્રી હરીશભાઇ લાખાણીએ રાસોત્સવના આયોજન માટે પોતાની જગ્યા વિનામૂલ્યે આપીને જ્ઞાતિસેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂં પાડયું છે. સમથળ, ઓરસ - ચોરસ તથા વિશાળ ગ્રાઉન્ડ ઉપર સતત બીજા વર્ષે રઘુવંશી ખેલૈયાઓ મન મૂકીને રાસની રમઝટ બોલાવશે. અકિલા - લોહાણા મહાજન રાસોત્સવ-૨૦૨૪ માટે પોતાની જગ્યાનો ઉપયોગ થઇ રહ્યો છે તે બાબતે રઘુવંશી અગ્રણી અને ટોચના ઉદ્યોગપતિ - બિલ્ડર શ્રી હરીશભાઇ લાખાણી જ્ઞાતિ સેવા અર્થે પોતે ધન્યતા અનુભવી રહ્યાનું જણાવે છે.
(2:41 PM IST)










