News of Monday, 2nd September 2024
રણછોડદાસજી આશ્રમ ખાતમુહૂર્ત ૫૪ વર્ષ પૂર્વેની અલભ્ય તસવીર

રાજકોટઃ લોક સેવા અને ધાર્મિક આસ્થાના કેન્દ્ર કુવાડવા રોડ પરના પૂ.રણછોડદાસબાપુ આશ્રમ ભૂમિ પૂજન ૧૯૭૧ની સાલમાં થયું હતું. આ પ્રસંગની અલભ્ય તસ્વીરમાં ભૂમિ પૂજન કરતા હરજીવનભાઇ (હજુભાઇ) મંગળજીભાઇ નથવાણી દર્શાય છે. હરજીવનભાઇ પૂ. રણછોડદાસજીના અંતરંગ સેવક હતા. રાજકોટના વિજ્ઞાપન જગતના મહારથી સપ્પી પબ્લિસિટી વાળા મહેશભાઇ નથવાણી કહે છે કે, મારા પિતાશ્રી ગુરૂભાઇઓ તથા સગા સંબંધીઓમાં હજુભાઇના નામથી ઓળખાતા હતા. તેઓ બાળપણથી જ પૂ.સદગુરૂદેવ સાથે વધારે સમય પસાર કરતા હતા.
૫૪ વર્ષ પૂર્વે કુવાડવા રોડ સ્થિત પૂ.રણછોડદાસબાપુ આશ્રમનું નવ નિર્માણ થયુ ત્યારે માતા પિતાશ્રીને ભૂમિ-પૂજનની તક મળી હતી. આ તસ્વીરમાં મારા માતા-પિતા સાથે નાનો ભાઇ સંજય જેનું નામ ગુરૂદેવ શ્રીએ ચક્રપાણી નામ આપેલુ. તેમ મહેશભાઇ નથવાણી (મો. ૯૮૨૪૨ ૬૮૧૬૮) જણાવે છે.
(2:50 PM IST)










