News of Monday, 2nd September 2024
લાલબાગ કા રાજા-દગડૂ શેઠ હલવાઇ-સિધ્ધિ વિનાયકની મૂર્તિઓ રાજકોટમાં
ગણપતિ બાપ્પા...મોરયા..આલા રે આલા શ્રી ગણેશ આલા... ગણેશ આર્ટમાં ૬ ઇંચથી ત્રણ ફૂટની ગણેશજીની ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ, કિંમત રૂા. પ૦૦ થી લઇ રૂા. ૯૦૦૦ સુધીઃ સરળતાથી ઘરે જ વિસર્જન થઇ જાયઃ દાદાની શણગારવાળી અને શણગાર વગરની મૂર્તિઓ મળશેઃ અનિલભાઇ પાટીલ

રાજકોટ તા. રઃ આજે મહાદેવનો વાહન નંદિનો મહારાષ્ટ્રમાં મોટો ત્યોહાર ‘‘પોલા'' જેમાં મહાદેવના વાહન નંદિ ખેડુત માટે ભોગ કષ્ટ કરતો હોય છે તેને સન્માનનો દિવસ છે.
શ્રાવણનો છેલ્લો સોમવાર હર-હર મહાદેવની આરાધના પછી હવે એમના સુપુત્ર શ્રી ગણેશ ગણનો નાયક ગણપતિ મહોત્સવ આવતા સપ્તાહથી પ્રારંભ થઇ રહ્યો છે. ગણપતિ દાદાની મુર્તિઓનું ઠેર-ઠેર વેચાણ થઇ રહ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ગણપતી મહોત્સવનો આ પુર્વ ગુજરાતમાં પણ ધામધુમથી ઉજવવામાં આવી રહ્યો છે. એમાં રંગીલું રાજકોટ અને સૌરાષ્ટ્ર તો આગળ જ હોય છે.
દર વર્ષની જેમ ઇકો ફ્રેન્ડલી મુર્તિઓનું ચલણ વધતા દરમ્યાન અહિંના શ્રી ગણેશ આર્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રેસકોર્ષ સ્થિત ભારત સેવક સમાજ ખાતે ઇકો ફ્રેન્ડલી મુર્તિઓનો ખજાનો રાખવામાં આવ્યો છે.
મહારાષ્ટ્ર મંડળમાં વર્ષોથી સેવાભાવી સેવા આપતા શ્રી અનિલભાઇ પાટીલે જણાવેલ કે મરાઠો સેવા સંઘ અને મહારાષ્ટ્રીય સમાજના નેજા હેઠળ શ્રી ગણેશ આર્ટ દ્વારા વર્ષોથી ગણપતિની ઇકો ફ્રેન્ડલી મુર્તિઓ મહારાષ્ટ્રની કલ્ચરના લાવવામાં આવે છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના નાના-મોટા ગામોથી ભાવિકો મુર્તિઓ લઇ જતા હોય મુળ મહારાષ્ટ્રનો આ તહેવાર છેલ્લા ઘણા સમયથી ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધામધુમથી ઉજવવામાં આવે છે.
અંગ્રેજો પાસેથી ભારત દેશ આઝાદ કરવા માટે લોકમાન્ય બાળગંગાધર ટિળકે લોકોને એકત્ર કરવા ગણપતિ ઉત્સવના માધ્યમ દ્વારા ‘‘કેસરી'' નામનું ન્યુઝ પેપર ચલાવી દેશને આઝાદ કરવા બિડુ ઝડપ્યું હતું.
રાજકોટ રંગીલા શહેરને પ્રદુષણમુકત બને તેવી ભાવના સાથે અમે પણ બિડું ઝડપ્યું છે. અહિં શ્રી ગણેશ આર્ટ બાલભવન આર્ટ ગેલેરી સામે સમાજના હોલ ખાતે ૬ ઇંચથી લઇ ૩/ર ફુટ સુધીની મઇકો ફ્રેન્ડલી મુર્તિઓ રાખવામાં આવી છે. જેની કિંમત પ૦૦ થી લઇ ૯ હજાર સુધીની છે. દર વર્ષ રક્ષાબંધન દિવસેથી મુર્તિઓ આવી જાય છે. અને તે વહેલા તે પહેલા ધોરણે ગણપતિ સ્થાપના દિવસ સુધી ચાલુ રહે છે. જેને ઘરે જ વિસર્જન કરી શકાય છે.
મુંબઇથી દર વર્ષે ર૦૦થી વધુ મુર્તિઓ લાવવામાં આવે છે. જેમાં શણગાર તેમજ શણગાર વગરની મુર્તિઓ રાખવામાં આવી છે. જેમાં લાલબાગ કા રાજા, દગડૂ શેઠ હલવાઇ, ચિંતામણી, મલાડકા રાજા, શિવરેકર, બાજીરાવ વેશના, સિધ્ધી વિનાયક તેમજ સ્વામી સમર્થ શ્રી ગુરૂદત્તાશ્રેય સ્વરૂપ બાલ ગણેશ સ્વરૂપ રાખવામાં આવી છે.
મૂર્તિની સાથે બૂક વિનામુલ્યે
મુર્તિની સાથે ગણપતિ દાદાની સ્થાપના-વિસર્જન, આરતી, સહષાાવનિ તેમજ મંત્ર પુષ્પાંજલી-અથર્વશિર્ષ સાથેની બુક નિશુલ્ક આપવામાં આવે છે.
સ્થળ
શ્રી ગણેશ આર્ટ રેસકોર્સ-આર્ટ ગેલેરી સામે, ભારત સેવક સમાજના હોલ, રાજકોટ. અનિલભાઇ પાટીલ-૯૧૭૩૬ ૧૯૯૩૦ નિરંજનભાઇ પાટીલ-૭૩૮૩૬ ૩૦૭૬૪
(2:53 PM IST)










