<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

રાજકોટના દિલીપભાઇ પટેલ સહિત ગુજરાતના પાંચ વકીલોની સનદ રદ કરવા બાર. કાઉન્સીલ ઓફ ગુજરાતમાં ફરીયાદ

રાજકોટ બાર એસો.ના સેક્રેટરી પી.સી.વ્યાસ દ્વારા થયેલ ફરીયાદમાં દિલીપ પટેલ અને અન્ય સભ્યનો પણ ખુલાસો મંગાયો

રાજકોટ, તા.,ર : રાજકોટના એડવોકેટ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર દિલીપ કાનજીભાઈ પટેલની વકીલાતની સનદ રદ કરવા રાજકોટના એડવોકેટ અને બાર એસોસિએશનના સેક્રેટરી દ્વારા અનેક ગેરરીતિની ફરિયાદ કરી કડક કાર્યવાહી કરવા રજૂઆત કરાતા લાંબાગાળા બાદ સ્ટેટ કાઉન્સિલએ લેખિત ખુલાસો માગ્યો છે. રાજકોટના દિલીપ પટેલ ઉપરાંત વડોદરાના નવીન પટેલ,  સુરતના આર. એન. પટેલ અને ગાંધીનગરના કરણસિંહ વાઘેલાનો પણ સમાવેશ થાય છે. આ વકીલોને પણ ખુલાસો કરવા જણાવાયું છે.

રાજકોટના દિલીપ પટેલ સંદર્ભે એવી રજૂઆત કરવામાં આવી હતી કે, વકીલોના વેલ્ફેર ફંડમાંથી તેની પુત્રીને ૩૦ હજારની મેડિકલ સહાય મંજૂર કરી હતી

બાદમાં ભાંડો ફૂટતા બાર કાઉન્સિલમાં પરત જમા કરાવી હતી. તેમજ દિલીપ પટેલ હોટેલના વ્યવસાય સાથે પરોક્ષ રીતે જોડાયેલા હોય અને સૌરાષ્ટ્ર-કચ્છ ઓનર્સ એસોસિએશનના પ્રમુખ હોવાનો સહી સાથે પૂર્વ મુખ્યમંત્રી અને જિલ્લા કલેકટરને આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો હતો. વધુમાં પી.સી.વ્યાસે જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા દિલીપ પટેલને સભ્ય પદેથી હટાવી એડવોકેટ મનોજભાઈ ઉનડકટને તેમના સ્થાને નોમિનેટ કરાવી ઠરાવ કરાવ્યો હતો. જોકે સ્ટેટ બારની વિરૂદ્ધ જઇ દિલીપભાઇએ રાજીનામું આપ્યું ન હતું. જે પછી તેની વર્તણૂક અને આચરણથી વકીલાતના  વ્યવસાયની ગરિમા અને મૂલ્યોમાં ઘટાડો થાય તેવી રહી છે. જેથી સનદ કાયમી રદ કરાવી જોઈએ. જે ફરિયાદના આધારે વિચારણા કરી સ્ટેટ કાઉન્સિલ દ્વારા નોટિસ ફટકારી તેનો ખુલાસો મંગાયો છે.

બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના મેમ્બર તરીકે અઢી વર્ષ સુધી ે હોદ્દો ભોગવ્યા બાદ દિલીપભાઈના બદલે સિનિયર એડવોકેટની નિમણૂક બાર કાઉસિલ ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવી  હતી. આ અંગે કાઉન્સિલ દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો હતો  છતાં દિલીપભાઈએ તેનો હોદ્દો ન છોડતા તેની હોદ્દા ઉપરથી હકાલપટ્ટી કરવા ૨૦૨૨માં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની  એકસ્ટ્રા ઓર્ડિનરી બેઠક મળી હતી. જેમાં દિલીપ પટેલ રાજીનામું ન આપે તો તેને રિકોલ કરવા મિટિંગ બોલાવી હતી. ગુજરાતના વકીલ આલમમાં આ પ્રકારની બેઠક મળી હોય તેવો આ પ્રથમ  કિસ્સો હતો. આવી ઐતિહાસિક બેઠક બાદ પણ બાર કાઉન્સિલ  ઓફ ગુજરાતના ઠરાવનું પાલન પણ દિલીપભાઈએ કર્યું ન હતું.

એડવોકેટ એકટ હેઠળ ફરિયાદ

રાજકોટના સિનિયર એડવોકેટ અને બારના સેક્રેટરી પી.સી. વ્યાસ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેનને  સંબોધીને જે ફરિયાદ થઇ છે તે એડવોકેટ એકટની કલમ ૩૫  હેઠળ થઈ છે. જેમાં કોઇ વકીલ જ્યારે વકીલાતના વ્યાવસાયને  અનુરૃપ કાર્ય ન કરે ત્યારે તેવા એડવોકેટને કાયમી ધોરણે રદ કરવા જોગવાઈ હોય છે.

બી.સી.આઇ. દ્વારા ગેરરીતી અંગે દિલીપભાઇ વિરૃધ્ધ ઠરાવ કરેલ

રાજકોટઃ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડીયાના બહુમત સભ્યોએ ગેરરીતી અંગે દિલીપ પટેલ વિરૂદ્ધ ઠરાવ કર્યો છે.

વિશ્વસનીય સુત્રો દ્વારા જાણવા મળેલ છે કે, બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં દિલીપ પટેલ ઇન્સ્પેકશન કમિટીમાં ચેરમેન છે તેઓ આ હોદ્દો ભોગવતા ગેરરીતી અંગે બાર કાઉન્સિલના અન્ય મેમ્બરોમાં ચર્ચાઓ થતા જેમાં કોઈ તથ્યો સામે આવતા બહુમત મેમ્બરોએ દિલીપ પટેલ વિરૂદ્ધ ઠરાવ કર્યો હોવાનું જાણવા મળે છે આ ચર્ચાઓ થતા ગુજરાતના વકીલ આલમમાં ખળભળાટ મચી ગયો છે.

 

(2:57 PM IST)