<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

મારી સામેની ફરીયાદમાં કોઇ વજુદ નથી ખોટી ફરીયાદ કરેલ છેઃ દિલીપભાઇ પટેલ

રાજકોટ, તા., રઃ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પુર્વ ચેરમેન દીલીપ પટેલ દ્વારા રાજકોટના વકીલ પી.સી.વ્યાસ દ્વારા અપાયેલ પ્રેસનોટમાં જણાવેલ તમામ હકીકતો બે બુનીયાદી અને ઉપજાવી કાઢેલ છે. બાર કાઉન્સીલમાં જેની સામે સાચી કે ખોટી ફરીયાદ આવે તે બધાજના સામાન્ય રીતે ખુલાસા પુછવામાં આવતા હોય છે તે પ્રક્રિયાનો ભાગ છે.

વધુમાં જણાવેલ છેકે અમારી સામે કોઇ ગંભીર પ્રકારના આક્ષેપો નથી પરંતુ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના મેમ્બર કરણસિંહ વાઘેલા બાર કાઉન્સીલના પુર્વ ચેરમેન અને એકઝીકયુટીવ ચેરમેન નલીન પટેલ, આર.એન.પટેલ સહીતના સામે આવેલ ફરીયાદમાં ખુલાસા પુછવામાં આવેલા છે.

અમારી વિરૃધ્ધના આક્ષેપો જોતા અમારા દ્વારા કદી માતૃસંસ્થાને લાંછનરૃપ કોઇ કૃત્ય કરેલ નથી. સેસન્સ જજની બદલી સંબંધે બાર એસો. દ્વારા અમો બનાવના દિવસે મુંબઇ હોય હાજર ન હોવા છતા પણ નોટીસ આપવામાં આવેલ જે પાછળથી નોટીસ બાર એસો. દ્વારા રદ કરવામાં આવેલ હતી.

બાર કાઉન્સીલની અંદર અમુક ખાટ સ્વાદીયા દ્વારા ખોટા આક્ષેપોવાળી ખોટી ફરીયાદ કરી અમારા ઉચ્ચ હોદા વ્યવસાય આબરૃ પ્રતિષ્ઠાને નુકશાન કરવામાં આવેલ હોવાથી વિશેષ કાંઇ નથી.

અમો છ વર્ષ માટે ચુંટાયેલ છીએ અને બે વર્ષ છેલ્લે ટર્મ એકસટેન કરેલ છે. બાર કાઉન્સીલ અમોને સભ્યપદથી કાઢી શકે નહી અને મનોજ અનડકટની જે સ્ટોરી છે તે પણ ઉપજાવી કાઢેલ છે. આવા કોઇ ઠરાવો થયેલા નથી કે આવી કોઇ હકીકત બનેલ નથી.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પાંચ મેમ્બરો અને હાલના હોદેદારોની વિરૃધ્ધ ફરીયાદો આવેલ છે. જેમાં એક નલીનભાઇ પટેલ વડોદરા, બે પી.ડી.પટેલ વલસાડ, ત્રણ આર.એન.પટેલ સુરત, ચાર કરણસિંહ વાઘેલા ગાંધીનગર આ બધા સામે ગંભીર આક્ષેપોની ફરીયાદ આવેલ છે.

બાર. કાઉ. સમક્ષ જયારે પણ કોઇના વિરૃધ્ધ ફરીયાદો આવે ત્યારે જે તે મેમ્બરનો ખુલાસો મંગાતો જ હોય છે તેમ અંતમાં દિલીપભાઇ પટેલે જણાવ્યું હતું.

(2:58 PM IST)