News of Monday, 2nd September 2024
સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ૨૦૦૦ ફુટ પેકેટનું વિતરણ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ રાજકોટ સંસ્થાન દ્વારા હર હંમેશ આપત્તિગ્રસ્ત સમયે જરૂરિયાતમંદોને વહારે હોય છે. ગુરૂ મહારાજ શ્રી દેવ કૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી અને મહંત સ્વામી શ્રી દેવપ્રસાદ સ્વામીની આજ્ઞાથી હાલમાં પૂરગ્રસ્ત પરિસ્થિતિને ધ્યાને લઇ જરૂરિયાતમંદ લોકોને ફુડ પેકેટ વિતરણ માટે ૨૦૦૦ જેટલા ફુડ પેકેટ સંતો અને હરિભકતો દ્વારા તાત્કાલિક બનાવીને આર.એમ.સી.ને વિતરણ માટે સુપ્રત કરવામાં આવ્યા હતા.
(3:19 PM IST)










