<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

પર્વાધિરાજ પર્યુષણ ગુરૂ પરમાત્‍મા પ્રત્‍યેના પ્રેમ-શરણભાવને રિચાર્જ કરી તરી જવાનો અવસરઃ પૂ.નમ્રમુનિ મ.સા.

પરમધામના પ્રાંગણે રાષ્‍ટ્રસંત પૂ.પરમ ગુરૂદેવના સાંનિધ્‍યે ભકિતભીના વધામણા સાથે પર્વાધિરાજનું ભવ્‍ય આગમન

રાજકોટ,તા. ૨: રાષ્‍ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્‍યે પરમધામ ખાતે પર્વાધિરાજ પર્વને વધાવવા અનેક ક્ષેત્રોથી પ્રત્‍યક્ષ તેમજ લાઇવના માધ્‍યમે ભાવિકો ભકિતભાવથી જોડાયા ગયા હતા.

આત્‍મદોષોનું શુદ્ધિકરણ કરાવતી વિશિષ્ટ ધ્‍યાન સાધના સ્‍વરૂપ વહેલી સવારના ‘ઈનર ક્‍લિનીંગ કોર્સની સાથે અરિહંત પરમાત્‍માની મધુર ધૂન અને પરમ ગુરુદેવના બહ્મ નાદે પ્રગટતાં શ્રી ઉવસગ્‍ગહરં સ્‍તોત્રના નાદ સાથે પર્વાધિરાજ પર્વનું સ્‍વાગત કર્યા બાદ પર્વનો પ્રથમ બોધ આપતાં પરમ ગુરુદેવે ફરમાવ્‍યું હતું કે, જીવનની આ યાત્રામાં વ્‍યતિત થતી ક્ષણોમાં જો પ્રભુ આપણી સાથે અને સંગાથે છે તો તે દરેક ક્ષણ મારી તરવાની ક્ષણ બની રહી છે, પરંતુ હે પ્રભુ! જગતના આ મેળા અને રમકડામાં ખોવાઈને હું તને ભૂલવાની સૌથી મોટી ભૂલ કરી લઉં છું અને તને ભૂલવાની એક ભૂલ મારી અનેક ભૂલોનું કારણ બને છે. પ્રભુ જો મારી સાથે છે તો આપણે આપણી ભૂલને પારખી શકીએ છીએ પણ પ્રભુને જે ભૂલે છે તેને પોતાની ભૂલ કદી ઓળખાતી નથી. પરમાત્‍મા પાસે પોતાની ભૂલોનો રિપોર્ટ કાર્ડ લેવાનો અવસર તે પર્વાધિરાજ પર્યુષણ હોય. 

આ પર્વાધિરાજ પર્વમાં પ્રભુને એક વિનંતી કરીએ કે, હે પ્રભુ! મને લાખ સમજ કદાચ મળે ન મળે પણ સમજ આપનારા એવા ઉપકારી ગુરુ અને પરમાત્‍મા કદી ભુલાય નહીં એટલી કળપા વરસાવજો. ગુરુ કે પરમાત્‍મા પ્રત્‍યે પ્રેમ અને સરળભાવ જેટલો ઓછો એટલી પ્રભુની યાદ ઓછી હોય. પ્રભુની યાદ ઓછી હોય તો જીવનમાં સમજ ઓછી હોય પણ ગુરુ પરમાત્‍મા પ્રત્‍યેનો શરણભાવ અને પ્રેમ જેટલાં વધારે એટલી જ એમની યાદ વધારે અને એટલી જ અંતરની સમજ વધારે હોય માટે જ, પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ તે ગુરુ પરમાત્‍મા પ્રત્‍યેના પ્રેમને અને શરણભાવને રિચાર્જ કરીને તરી જવાનો અવસર છે.

સમગ્ર ચાતુર્માસના લાભાર્થી માતળશ્રી કંચનબેન રમણીકલાલ શેઠ પરિવાર દ્વારા ભક્‍તિભાવથી પ્રભુના સમવશરણની સુંદર પ્રતિકળતિના વધામણાં લેવામાં આવ્‍યા હતાં.

પ્રેરણાત્‍મક શોર્ટ મુવીની પ્રસ્‍તુતિના દૃશ્‍યો સહુ માટે ઙ્કેરક બન્‍યા હતા. એ સાથે જ, ગત વર્ષના પર્વાધિરાજ પર્વમાં પરમ ગુરુદેવના શ્રી મુખેથી પ્રગટ થએલા પ્રભુ વચનોના અક્ષરદેહ સ્‍વરૂપ ‘તૈયારી છે?' પુસ્‍તિકાનું વિમોચન કરવામાં આવતા હર્ષ છવાયો હતો.વિશેષમાં, પરમધામના વિશાળ પ્રાંગણમાં મોર્ડન ટેકનોલોજી અને બંગાળના કુશળ કારીગરોની કલા-કૌશલ્‍યના સંગમથી સર્જાયેલાં કર્મ સિદ્ધાંત આધારિત ‘લુક એન લર્ન' કર્મ એક્‍ઝિબિશનનું ઉદઘાટન કરવામાં આવેલ.

(3:20 PM IST)