News of Monday, 2nd September 2024
શ્રી કાશી વિશ્વનાથ મહાદેવજીની વરણાંગીનું અકિલાના આંગણે ભવ્ય સ્વાગત
શ્રી કાશી વિશ્વનાથ તણું પ્રગટધામ છે, પૂરણ કરે મનોકામના, એવું શંભુ નામ છે

રાજકોટઃ શહેરની મધ્યે ૩-ભીલવાસ સ્થિત આશરે ૯૮ વર્ષ પુરાણા શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરના સ્વયંસેવકો દ્વારા દર વર્ષે શ્રાવણ માસના અમાસના દિવસે ભોળાનાથ દાદાની વરણાંગી શહેરના રાજમાર્ગો ઉપર ઠાઠમાઠથી નિકળે છે. અત્રે ઉલ્લેખનિય છે કે આ નિજ મંદિરમાં ચાલતી શ્રી કાશી વિશ્વનાથ ભીલ ધુન મંડળનો પણ ૭૮માં વર્ષમાં પ્રવેશ કરેલ છે. આજે સોમવતી અમાસના દિવસે નિજ મંદિરે સવારે ૪-૩૦ કલાકે મહાપૂજા, બાદ મહાદેવજીની વરણાંગી નિકળી હતી. જે શ્રી રોકડીયા હનુમાનજી મંદિર, અકિલા પ્રેસ, શ્રી પંચનાથ મહાદેવ મંદિર, ફૂલછાબ ચોકથી પરત મંદિરે પરત ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં મહાદેવ ભકતો જોડાયા હતા. નિજ મંદિરે બપોરે ૧ર કલાકે મધ્ય સંધ્યા આરતી બાદ મહાપ્રસાદ, સાંજે ૬-૩૦ કલાકે શ્રૃંગાર દર્શન, ૭ કલાકે સાયં સંધ્યા આરતી બાદ રાત્રીના ૯-૩૦ વાગ્યાથી ગાયક જયદેવ દેસાઇનો સંતવાણીનો કાર્યક્રમ યોજાયેલ છે.
શ્રી કાશી વિશ્વનાથ દાદાની વરણાંગી અકિલા કાર્યાલય ખાતે પહોંચતા અકિલાના મોભી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના તંત્રી અજીતભાઇ ગણાત્રા, અકિલાના એકઝીકયુટીવ એડીટર-વેબ એડીટર નિમિષભાઇ ગણાત્રા, સુનિલભાઇ રાયચુરા, ભાવનાબેન દિપકભાઇ નાગ્રેચા, સ્મિતાબેન સુનિલભાઇ રાયચુરા, કિરણબેન નિમિષભાઇ ગણાત્રા, અનિલભાઇ દસાણી, નિતિન પારેખ, સુનિલ મકવાણા, મિતેષ આહીર, શરદ કારીયા, મીત ચુડાસમા તેમજ ધર્મેશગીરી ગોસાઇ, વિનોદભાઇ મુલીયાણા, રાજુભાઇ વાઘેલા, હેમંતગીરી ગોસાઇ, નારણગીરી ગોસાઇ, જાદવભાઇ મે, હસુભાઇ મે, હિતેષભાઇ કુખાણી, અશોકભાઇ મુલીયાણા, ઇશ્વરભાઇ મે, અંકિત મુલીયાણા, જય વાઘેલા, મિહીર મે, નરેશભાઇ કોલી વિ. નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:30 PM IST)










