News of Monday, 2nd September 2024
દરેક મહિલાએ ના ચૂકવા જેવું ને દરેક પુરુષએ અચૂક જોવા જેવું નાટક આવી રહ્યું છે રાજકોટમાં
મૌલિક ગુજરાતી નાટક - ધ વેઇટિંગ રૂમ્સ ૧૨ સપ્ટેમ્બરે હેમુગઢવી હૉલ ખાતે યોજાશે

રાજકોટઃ વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના દરેક નાટકોને સૌરાષ્ટ્રની કલાપ્રેમી જનતા એ ખોબલે ખોબલે વધાવ્યા છે. પાડાની પોળ, આજ જાને કી ઝિદ ના કરો , મોહનનો મસાલો, આદિત્ય ગઢવી અભિનીત હાજી કાસમ તારી વીજળી વગેરે નાટકોને રાજકોટએ ભરપૂર પ્રતિસાદ આપ્યો છે. આ જ શ્રેણીમાં વિદેહી એન્ટરટેઇન્મેન્ટ અને લિટ્ટલ એંજલ ડાયપર આયોજિત સુપર ડુપર નાટક ધ વેઇટિંગ રૂમ્સ આવી રહ્યું છે રાજકોટમાં.
ભામિની ગાંધી અભિનીત આ નાટક ચારસ્ત્રી પાત્રો ધરાવે છે . દરેક પાત્ર પોતાની એક અલગ વાર્તા લઇને આવે છે અને એ દરેક વાર્તામાં અલગ અલગ રંગો છે. જીવનના એવા કિનારે આ ચારેયસ્ત્રીઓ ઉભી છે જ્યાંથી અનેક ત્રીભેટાઓ નીકળે છે. નાટક તમને જેટલું હસાવશે, એટલું જ સ્તબ્ધ પણ કરી દેશે અને અંતે જે સસ્પેન્સ ખુલશે એ વળી તમને મુગ્ધ કરી દેશે.
૪સ્ત્રીઓની અલગ વાર્તા અલગ રંગોને એક્દમ રિલેટેબલ, લાફ્ટર અને સસ્પેન્સ થી ભરપૂર છે. અંતમાં આ ચારેય વાર્તાઓ કેવી રીતે ગૂંથાય છે તે જોઈને અચૂક શબ્દહીન થઇ જવાશે. કારણકે એકસ્ત્રીની શક્તિઓ આ નાટકમાં જેવી દેખાડી છે તેવું નિરૂપણ તમે ભાગ્યે જ કયાંક જોયું હશે.
જીવનનાં અલગ અલગ વળાંકેસ્ત્રીઓ, દરેક પરિસ્થિતિને પહોંચવી વળવા કેવી છુપી શક્તિ ધરાવે છે અને જિંદગી છતાં પણ કેવી ક્રૂર છે એની મનોરંજક રાઈડ હસતાં, હસાવતાં ભામિની ગાંધી અને તેમની સાથેનાસ્ત્રી પાત્રો તમને દેખાડશે . મિત્રો રાજકોટમાં આવતા આવા સુપરહિટ અદભુત નાટકો ચૂકવા જેવા નથી . ૪૫૦ થી પણ વધારે શૉ કરી ચૂકેલું ધ વેઇટિંગ રૂમ્સ આવું જ એક હટકે નાટક છે. ટિકિટો ઓછી બાકી રહી હોઈ, ઝડપથી બુક કરાવજો.
નાટકનો એક માત્ર પ્રયોગ તા. ૧૨ સપ્ટેમ્બર, ગુરુવાર , રાત્રે ૯.૩૦ ક . હેમુ ગઢવી હૉલ રાજકોટ ખાતે થશે. ટિકિટ બુકીંગ માટે કૉલ અથવા વૉટ્સએપ : ૯૦૨૩૨૮૨૪૦૭ .
વિદેહી એન્ટરટેઇન્મેન્ટ અને લિટલ એંજલ ડાયપર આયોજિત ધ વેઇટિંગ રૂમ્સ નાટકના આધારસ્તંભોમાં સૌ પ્રથમ નામ હંમેશ મુજબ પથદર્શક એવા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને દીવાદાંડી સમાન શ્રી નિમિષભાઇ ગણાત્રાનું તથા સમગ્ર અકિલા પરિવારનું છે. સાથે નીલમ ચા , Who Am I (A life school for students), પ્રભુ સ્નેહ બાય પ્રભુ ગ્રુપ , આટોમાઇઝ મસાલા, ટ્રાવેલ પાર્ટનર hobbo cabs અને hospitality partner ફિનિક્સ રિસોર્ટ છે.
(4:08 PM IST)










