News of Monday, 2nd September 2024
ઓગસ્ટમાં મનપાના ૧૭ કર્મચારીઓ વય નિવૃત્તઃ વિદાયમાન

રાજકોટ, તા.ર : રાજકોટ મહાનગરપાલિકામાં ઓગસ્ટ-૨૦૨૩માં નિવળત થયેલ ૧૭ અધિકારી-કર્મચારીઓને નાયબ મ્યુનિ. કમિશનર હર્ષદ પટેલ દ્વારા મોમેન્ટો અને શુભેચ્છા પત્ર આપી વિદાયમાન આપવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવળત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પણ કમિશનર દ્વારા સુનિヘતિ કરવામાં આવી રહ્યું છે.
નિવળત્ત થયેલા અધિકારીઓ અને કર્મચારીઓમાં (૧) વેરા વસુલાત શાખાના સિનીયર ક્લાર્ક પદ્માબેન ભટ્ટ, (૨) વેરા વસુલાત શાખાના જુનીયર ક્લાર્ક સુરેશ સવાણી, (૩) અર્બન મેલેરિયા શાખાના ફીલ્ડ વર્કર વિનોદ રણવા, (૪) ગાર્ડન શાખાના લેબર વિનોદ સોલંકી, (૫) ફાયર એન્ડ ઇમરજન્સી શાખાન ડ્રાઈવર હેમંતસિંહ ડોડીયા, (૬) બાંધકામ શાખાના એડી. આસી. એન્જી. અરજણભાઈ સાદડીયા, (૭) વર્કશોપ શાખાના ઓટોફીટર ભાવેશ વસોયા, (૮) ભાદર સ્કીમના વર્ક આસી.ઈલે. અશ્વિનકુમાર પરમાર, (૯) સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદાર કાળીબેન વાળા, (૧૦) સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદાર મંજુબેન ઝાલા, (૧૧) સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદાર લાભુબેન મીયાવાલા, (૧૨) સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદાર કેશરબેન ચૌહાણ, (૧૩) સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદાર મધુબેન નરશીભાઈ રાઠોડ, (૧૪) સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદાર ગૌરીબેન સોલંકી, (૧૫) સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદાર મધુબેન કેશવભાઈ રાઠોડ, (૧૬) સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદાર સુભાષભાઈ વાઘેલા અને (૧૭) સોલીડ વેસ્ટ શાખાના સફાઈ કામદાર નીમુબેન ધાવરી નિવળત થયેલ છે. નિવળત્તિ વિદાય સન્માન સમારોહમાં નાયબ મ્યુનિ. કમિશનર હર્ષદ પટેલ, સહાયક કમિશનર સમીર ધડુક, સિટી એન્જી. કે.પી.દેથરીયા, મેનેજરઓ રાજીવ ગામેતી, મનીષ વોરા, ભૂમિ પરમાર, નિલેશ કાનાણી તથા સંબંધિત શાખાધિકારીઓના વરદ હસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા પી.પી.ઓ. બુકની નકલ પણ આપવામાં આવેલ હતી.
(4:11 PM IST)










