News of Monday, 2nd September 2024
સદ્દગુરૂ સદન ટ્રસ્ટ દ્વારા સવા બે લાખ હનુમાન ચાલીસા પાઠનું આયોજન

રાજકોટ તા. ૨ : સદ્દગુરૂ સદન ટ્રસ્ટ સંચાલિત શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૪ સપ્ટેમ્બર બુધવાર ભાદરવા વદ એકમથી તા. ૨ ઓકટોબર બુધવાર ભાદરવા વદ અમાસ સુધીમાં ૨,૨૫૦૦૦ શ્રી હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરાયુ છે.
ધર્મપ્રેમી ભાઇ બહેનો તા ગુરૂભાઇ બહેનો ઘરે હનુમાન ચાલીસાના પાઠ કરીને વોટસ એપ નં. ૯૫૮૬૩ ૦૮૧૭૮ ઉપર નોંધાવશે. તેમ સદ્દગુરૂ સદન ટ્રસ્ટની યાદીમાં જણાવાયુ છે.
(5:16 PM IST)










