News of Monday, 2nd September 2024
રા.લો. સંઘે નોંધાવ્યો અભૂતપૂર્વ ર૧ કરોડનો નફો
ખીરસરા રાજર્ષિ આશ્રમમાં જયેશ રાદડીયાની ઉપસ્થિતિમાં ૬૮મી સામાન્ય સભા સંપન્નઃ અનામત ભંડોળમાં ૧૩ કરોડનો વધારો થયાની ખુશી વ્યકત કરતા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા

રાજકોટ લોધીકા ખરીદ વેંચાણ સંઘની ૬૮મી વાર્ષિક સાધારણ સભામાં દિગ્ગજ સહકારી અગ્રણી અને જિલ્લા બેંકના ચેરમેન જયેશભાઇ રાદડીયાની ઉપસ્થિતીમાં ખિરસરા ખાતેના રાજર્ષિ સેવાશ્રમ ખાતે મળી હતી તે સમયની તસવીરમાં દિપ પ્રાગટ્ય સમયે પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઈ રાદડીયા, રા.લો. ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, પૂર્વ ચેરમેન નિતિન ઢાંકેચા, જિલ્લા સંઘના ચેરમેન દિનેશ ભૂવા, પુર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, માર્કેટીંગ યાર્ડના પુર્વ ચેરમેન ડી.કે. સખીયા, ભાનુભાઈ મેતા, મુકેશભાઈ તોગડીયા, ડિરેકટર મનસુખભાઇ સરધારા, બેંક ડિરેકટર બકુલસિંહ જાડેજા. બીજી તસવીરમાં રા.લો. સંઘ દ્વારા આંબા અને પારસ જાંબુના મોટા રોપનું જયેશભાઇ રાદડીયાના હસ્તે વિતરણ કરાયું તે પ્રસંગે મોટાવડા મંડળીના નરેન્દ્રસિંહ જાડેજા તથા નગરપીપળીયાના પ્રમુખ વલ્લભભાઈ તારપરાને રોપ અર્પણ કરાયા તે નજરે પડે છે. નીચેની તસવીરમાં સામાન્ય સભામાં ઉપસ્થિત રા.લો. સંઘની મંડળીઓના પ્રમુખશ્રીઓ, પ્રતિનિધિઓ, મંત્રીશ્રીઓ તથા રાજકોટ જિલ્લા સંઘના મેનેજરશ્રી તથા કર્મચારીઓ નજરે પડે છે. ઇન્સેટ તસ્વીરમાં સૌરાષ્ટ્રના સહકારી મોભી જયેશભાઈ રાદડીયાનું ફુલહારથી સન્માન કરી રહેલ નરેન્દ્રસિંહ જાડેજા, નિતીન ઢાંકેચા, જયેશ બોઘરા તથા ડી. કે. સખીયા નજરે પડે છે જેમાં સહકારી સાવજ જયેશભાઇ રાદડીયા, રા.લો. ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ માર્કેટીંગ યાર્ડ ચેરમેન જયેશભાઈ બોઘરા, રા.લો.ના પુર્વ ચેરમેન નિતીનભાઈ ઢાંકેચા, યાર્ડના પુર્વ ચેરમેન ડી.કે સખીયા તથા સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન કરી રહેલ સિનિયર ડાઈરેકટર ભાનુભાઈ મહેતા નજરે પડે છે. (પ-૩૯)
રાજકોટ,તા.૨ :. રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ (રા.લો.સંઘ)ની ૬૮ની વાર્ષિક સાધારણ સભા પૂર્વ કેબિનેટ મંત્રી, જેતપુરના ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન શ્રી જયેશભાઈ રાદડિયાની ખાસ ઉપસ્થિતિમાં ખીરસરા ખાતેના રાજર્ષિ સેવાશ્રમ સાત હનુમાન મંદિર ખાતે મળી હતી. રા.લો.સંઘ ગત નાણાકીય વર્ષમાં કરેલ રૃ.૨૧ કરોડના અભૂતપૂર્વ નફાને તથા બોર્ડે ઓફ ડીરેકટરની સુંદર કામગીરીને સહકારી નેતા શ્રી રાદડિયાએ બિરદાવી હતી. રા.લો.સંઘે કરેલ અભૂતપૂર્વ નફાને તથા ખેડૂત ઉપયોગ કામગીરીની ઙ્કશંસા કરતાં જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાનું સહકારી માળખુ અને તમામ સહકારી સંસ્થાઓ પ્રમાણીક અને નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહી છે જેના કારણે રાજકોટ જિલ્લા તથા સૌરાષ્ટ્રનાં સહકારી માળખાએ દેશભરમાં સર્વેાપરીતા હાંસલ કરી છે. તેમણે રા.લો.સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા તથા ખમ્બેખમ્ભા મિલાવીને સંસ્થામાં સુંદર યોગદાન આપી રહેલા સમસ્ત બોર્ડ ઓફ ડીરેકટરને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતાં. જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લાની તમામ સહકારી સંસ્થાઓ સહકારી તેમજ સામાજિક ક્ષેત્રે સુંદર કામગીરી કરી રહી છે તેમણે રા.લો.સંઘે ગત વર્ષે કરેલ વિકાસની હરણફાળ અંગે સમસ્ત બોર્ડ ઓફ ડીરેકટરની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે રા.લો.સંઘનો પાયો સહકારી ક્ષેત્રનાં પ્રમાણીક સહકારી અગ્રણીઓએ નાખ્યો છે તેને વર્તમાન બોર્ડ આગળ ધપાવ્યો છે અને હજુ રા.લો.સંઘ દિનઙ્ખતિદિન ખુબ જ વિકાસ પામે તેવી શુભેચ્છા આપતા તેમની વિકાસયાત્રામાં રાજકોટ જિલ્લા બેંક હંમેશા સંઘની સાથે રહી તમામ મદદ અને માર્ગદર્શન આપશે.
જયેશભાઈ રાદડિયાએ સહકારી ક્ષેત્રે એકવાકયતા અને સહકારની ભાવના બળવત્તર બને તે માટે તમામ સહકારી અગ્રણીઓ હાલમાં ખભેખભા મિલાવી દેશનાં વડાઙ્ખધાન નરેન્દ્રભાઈ મોદી અને દેશના ગૃહમંત્રી તથા સહકારી મંત્રીના સહકારક્ષેત્રે ચલાવાતા વિકાસ અભિયાનમાં નોંધનીય યોગદાન આપી રહ્યાં છે. રાજકોટ જિલ્લાનું સહકારી માળખુ ખુબ જ મજબૂતાઈથી વધુ મજબૂત બની રહ્યું છે જેની રાષ્ટ્રીય કક્ષાએ ખાસ નોંધ લેવાઈ રહી છે. જયેશભાઈ રાદડીયાએ સ્પષ્ટ કહ્યું હતું કે રાજકોટ જિલ્લા બેંકે આ વર્ષે પણ જબરદસ્ત વિકાસની હરણફાળ ભરી છે રાજકોટ જિલ્લા બેંક, રા.લો. સંઘ, તમામ માર્કેટ યાર્ડો, રાજકોટ ડેરી, રાજકોટ જિલ્લા સૈધ સહિતની તમામ સહકારી સંસ્થાઓની પડખે ઉભી રહેશે અને રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાં સહકારી સંસ્થાઓ સર્વગ્રાહી વિકાસ સાધે અને ખેડુતો અને સહકારી પ્રવૃતિના વિકાસમાં તમામ પ્રયાસો કરી છૂટશે.
રાજકોટ ખેડૂતોના સર્વાગી વિકાસ માટે રાજકોટ જિલ્લા બેંકે આદરણીય સ્વ.વલ્લભભાઈ પટેલ તથા સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાએ નિહાળેલા અનેરા સ્વપનોને ડીસ્ટ્રીકટ બેંક, રા.લો.સંઘ, જિલ્લા ડેરી, રાજકોટ માર્કેટીંગ યાર્ડ, ગોંડલ માર્કેટીંગ યાર્ડ, જિલ્લા સહકારી સંઘ સહિતની સંસ્થાઓ સાકાર કરવામાં અગ્રેસર રહી છે. તમામ સંસ્થાઓ પ્રમાણીકપણે ખેડૂતોના હિતમાં કામગીરી કરીને દેશભરમાં અવ્વલ સિધ્ધી હાંસલ કરી રહી છે. રાજકોટ લોધિકા સંઘ દ્વારા તમામ સહકારી મંડળીઓને આંબા તથા જાંબુ ના મોટા રોપાઓનું વિતરણ કરીને વડાઙ્ખધાનના પર્યાવરણ માટેના જબરદસ્ત અભિયાન
એક પેડ મા કે નામ માં પણ યોગદાન આપ્યું હતું. સામાન્ય સભામાં મંડળીના પ્રમુખશ્રીઓ તથા મંત્રીઓએ વૃક્ષોના રોપ આપી દરેક ગામોની સહકારી મંડળીઓ પણ પર્યાવરણના અભિયાનમાં સહભાગી બને તે માટે દિગ્ગજ સહકારી નેતા જયેશભાઈ રાદડિયાના હસ્તે આંબા તથા પારસ જાંબુના વિકસીત રોપાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
રા.લો.સંઘની ૬૮ની સામાન્ય સભાની કામગીરીના પ્રારંભે ટી.આર.પી.ગેમઝોનના સદ્રતો તથા સહકારી સંસ્થાના સદ્રત સભ્યો તથ સહકારી મંડળીઓના સજ્જત સભ્યોને શ્રધ્ધાંજલી અર્પવા બે મીનીટ મૌન પાળવામાં આવ્યું હતું.
સામાન્ય સભાના મુખ્ય મહેમાન જયેશભાઈ રાદડિયા, ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા, યાર્ડના પૂર્વ ચેરમેન અને (રા.લો.સંઘના ડીરેકટર ડી.કે.સખીયા, પૂર્વ ચેરમેન નિતીન ઢાંકેચા, ભાનુભાઈ મેતા, જિલ્લા પંચાયતના પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, જી.પ.ના સભ્યો મોહનભાઈ દાફડા, મુકેશ તોગડીયા, રાજકોટ તથા લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ જે.કે.પીપળીયા, મુકેશ કમાણીના હસ્તે દિપ ઙ્કાગટય સાથે સામાન્ય સભાનો પ્રારંભ થયો હતો. સામાન્ય સભામાં ઉપસ્થિત જયેશભાઈ રાદડિયા સહિતના મહાનુભાવોનું શબ્દપુષ્પોથી સ્વાગત પૂર્વ ચેરમેન નિતીનભાઈ ઢાંકેચા કર્યુ હતું તેમણે જિલ્લાની સહકારી પ્રવૃતિની વિકાસની હરણફાળને બિરદાવી ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા તથા સમગ્ર ડીરેકટર બોર્ડની સંઘ પ્રત્યેની ભાવના ને બિરદાવી સહકારી ક્ષેત્રનાં વિકાસ તથા ખેડૂતોના પ્રાણપ્રશ્નોની પણ છણાવટ કરી હતી.
રા.લો.સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ પ્રાસંગિક પ્રવચનમાં રા.લો.સંઘનાં ગત વર્ષ વિકાસની આંકડાકીય માહિતી આપી હતી તેમણે જણાવ્યું હતું કે, ૩૧ માર્ચના રોજ પૂરા થયેલ વર્ષના વાર્ષિક હિસાબો જોઈએ તો સંઘનું વૈધાનિક અનામત અને અન્ય અનામત ભંડોળ ૨૬૨ કરોડથી વધીને ૨૭૫ કરોડ થયેલ છે. જે આશરે ૧૩ કરોડનો વધારો થયો છે. આ ઉપરાંત ફિકસ ડિપોઝિટ ૧૭૫ કરોડથી વધીને ૧૮૮ કરોડ થઈ જે મુજબ તેમાં લગભગ ૧૦ કરોડનો વધારો થયો છે. ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ તેમના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, દર વર્ષે ૧૨ કરોડનો ચોખ્ખો નફો થયેલ છે જે વધીને આ વર્ષે ૨૧ કરોડનો થતા રૃપિયા ૯ કરોડ અને આઠ લાખનો વધારો થયો છે. એ અત્યાર સુધીના સંઘના નફામાં સૌથી વધુ અને અભૂતપૂર્વ છે.
ગત વર્ષે સંઘે ૧૦,૧૩૨ ટનનું કપાસિયા તેલ રિફાઇન કર્યું હતું જે આ વર્ષે ૨૭, ૧૦૭ ટનનું જોબવર્ક કરેલ છે. જે ગત વર્ષ કરતાં ૧૬૯૭૫ ટન કામકાજ વધુ થયું છે. આ ઉપરાંત રા.લો સંઘે સભાસદ મંડળીના અકસ્માતે અવસાન પામેલ ખેડૂત સભાસદના પરિવારને રૃ. ૫૫ લાખ વળતર ચૂકવ્યું છે. આ ઉપરોકત સંઘે ડ્રીપ ઇરીગેશનમાં રૃ. ૨૬ લાખની સબસીડી વિકાસ ફંડ માંથી ચૂકવેલ છે. મંડળીઓના સભાસદ ખેડૂતોને ગંભીર માંદગી સામે ધર્માદા ફંડમાંથી રૃપિયા ત્રણ લાખની સહાય આપી છે. આ ઉપરોકત સંઘના ચેરમેને સભાષદોને વધુમાં વધુ મર્યાદા મુજબ ૧૫ ટકા શેર ડિવિડન્ડ ચૂકવવાની જાહેરાત પણ કરી હતી. ચેરમેન ના ઉદ્બોધનને ઉપસ્થિત સભાસદ મંડળીઓએ તાલીઓના ગળગળાટથી વધાવી લીધી હતી.
સામાન્ય સભામાં આ વર્ષે સહકારી મંડળીઓમાં થયેલી ચૂંટણીમાં નવા ચૂંટાયેલા પ્રમુખશ્રી ઓ તથા ઉપસ્થિત ડીરેકટરશ્રીઓનું ગુજરાત અને સૌરાષ્ટ્રનાં સહકારી જયેશભાઈ રાદડિયાના હસ્તે સન્માન કરાયું હતું.
નેતા કાર્યક્રમના અંતે આભારવિધી સંઘના ડીરેકટરશ્રી ડી.કે.સખીયા એ કરી હતી અને સમગ્ર કાયક્રમનું સુંદર સંચાલક સિનિયર ડીરેકટર શ્રી ભાનુભાઈ મેતાએ કર્યુ હતું. હરીભાઈ અજાણી સામાન્ય સભામાં ડીરેકટર સર્વશ્રી સંજયભાઈ અમરેલીયા, મનુસખભાઈ સરધારા, રામભાઈ જલુ, લક્ષ્મણભાઈ સિંઘવ, ભૂપેન્દ્રસિંહ જાડેજા, ભીમજીભાઈ કલોલા, નાથાભાઈ સોરાણી, નરેન્દ્રભાઈ ભુવા, કાનજીભાઈ ખાપરા, શ્રી પેઢડીયા મેટોડા ઈન્ડસ્ટ્રીયલ એસોસીએશનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા સંઘના ચેરમેન દિનેશભાઈ ભુવા, માનદ મંત્રી મનસુખભાઈ સંખારવા, રા.લો.સંઘના પુર્વ ડિરેકટર વિજયભાઈ સખીયા, ડીસ્ટ્રીકટ બેંકના ડીરેકટર બકુલસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ખીરસરા મંડળી, ગોપાલસિંહ જાડેજા, મયુરસિંહ રાતૈયા, દલસુખભાઈ પીપળીયા, નરસિંહભાઈ વેકરીયા મેટોડા ડીસ્ટ્રીકટ બેંક બ્રાંચના
મેનેજર કે.પી.જાડેજા, તમામ સભ્ય મંડળીના પ્રમુખશ્રીઓ, પ્રતિનિધિઓ તથા મંત્રીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં
(5:01 PM IST)










