<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd September 2024

સતત ૧૩માં વર્ષે ગણેશજીની કલાત્મક માટીની મુર્તીઓનું પ્રદર્શન શરૂ

શા માટે પ્રથમ પૂજનીય ગણેશજીની મૂર્તિ ઇકો ફ્રેન્ડલી હોવી જોઇએ? ગણેશ પૂજાનું માહાત્મય, મુર્તી-પુજા અને પ્રસાદ વિશે રસપ્રદ વિગત જાણો : ૭ સપ્ટેમ્બર સુધી રાજકોટ ખાતે રાષ્ટ્રીય શાળામાં સવારે ૧૦ થી રાત્રે ૧૦ સુધી પ્રદર્શન કમ વેચાણનો અચુક લાભ લેવા અપીલ

રાજકોટઃ ગણેશજીની કલાત્મક મૂર્તિઓનું પ્રદર્શન શ્રીમતી માનસી અનિલભાઇ વણઝારા તથા અમી અનિલભાઈ વણઝારા રાજકોટમાં સતત તેરમાં વર્ષે ભવ્ય આયોજન કરી રહ્યા છે તેઓ દસ વર્ષ પહેલા સૌ -થમ રાજકોટમાં માટીની મૂર્તીઓ લાવી લોકોમાં માટીની મૂર્તીઓ અંગે જાગરૂતતા લાવવામાં સફળ થયા છે. આ માટીની સો ટકા પાણીમાં ઓગળી જતી મહારાષ્ટ્રની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું એકઝીબીશન કમ સેલ રાષ્ટ્રીય શાળા ના મધ્યસ્થ હોલ ખાતે તારીખ ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધી સવારે ૧૦ કલાકથી રાત્રીના ૯ કલાક સુધી રહેશે. સમગ્ર ભારતમાં જુદા જુદા સ્થાનો પર -થમ પૂજાતી દાદાની ક્યારેય ન જોઈ હોય તેવી અવનવી કલાત્મક મૂર્તિઓનું દર્શન એક સ્થાને થાય તેવું સુંદર આયોજન છે.

ગણપતિબાપ્પાની મૂર્તિ શા માટે માટીની હોવી જોઇએ અને કેવી હોવી જોઇએ જેવી મહત્વની વાતો તેઓ સમજાવતા જણાવે છે કે, બધા દેવ-દેવતાઓમાં -થમ પૂજનિય ગણપતિ દાદાનું મહત્વ અનેરું છે. તેમાંય ગણેશોત્સવ દરમિયાન તો આ દુંદાળા દેવનું માહાત્મય ખૂબ વધી જાય છે. ચારે કોર મંડપો, લાઇટીંગ, શણગારથી વાતાવરણ શોભી ઉઠે છે. એક મોટા ઉત્સવનું આગમન થયું હોવાની જાણ આપોઆપ થાય છે. પરંતુ શું કોઈ ગણપતિની કથા, પૂજા, જાપ-તપ વિશે શાસ્ત્રોકત માહિતી ધરાવે છે??

ગણેશ ઉત્સવ એક એવી જ પરંપરા છે. દર વર્ષે ગણપતિ આવે છે, પૂજાય છે અને પાછા જાય છે. કોઈ કદી પૂછતું નથી કે આવું કેમ? શા માટે ઉત્સવ ઉજવાય છે? કોઇ પૂછે તો એનો ટુંકો ટચ જવાબ મળે છે કે પુરાણો શાસ્ત્રોમાં લખ્યું છે એટલે. ગણપતિના જન્મ (પ્રાગટય) વિશે કોઇને પણ પૂછો તો પેલી જાણીતી કથા સાંભળવા મળશે. પાર્વતીજીને રાજી રાખવા શિવજીએ પોતાના મૃત પુત્રના ધડ પર હાથીનું મસ્તક ચોંટાડીને ગણેશજીને ફરી સજીવન કર્યા હતાં.

પણ, ભારતીય તત્વજ્ઞાનનો એક પાયો છે કે મનુષ્ય શરીર પંચમહાભુતમાંથી બન્યું છે અને પંચેમહાભુતમાં મળી જવાનું છે એટલે કે મનુષ્ય માટીમાંથી બન્યો ને માટીમાં મળી જવાનો છે. આ વિચાર ગણેશોત્સવમાં સાકાર થતો નજરે પડે છે. શિલ્પીઓ માટીથી આ મૂર્તીઓ ઘડે છે લોકો એમાં પરમાત્માનું (પરમ શકિતનું) સ્વરૂપ નીરખી એની પૂજા કરે છે અને છેલ્લે દિવસે પાણીમાં એનું વિસર્જન કરે છે. માટી ફરી માટીમાં ભળી જાય છે. એટલેજ 'ઈકો ફ્રેન્ડલીઁ માટીની મૂર્તીની પૂજા કરવાથી કાર્ય સિધ્ધ થાય છે, એનું ફળ મળે છે અને પર્યાવરણને હાની પણ નથી પહોંચતી, ગણેશ ઉત્સવ એ રીતે મનુષ્ય જીવનનું રૂપક જ છે. તેની પૂજા કરવાની પરંપરા બે હજાર વર્ષ જુની છે, ઘણા કુટુંબોમાં ચોખાના લોટના ગણપતિ બનાવીને પૂજવામાં આવે છે અને આ બન્ને શકય ન હોય ત્યાં ગણપતિની છબી ની પૂજા થાય છે.

ગણપતિ દેવોના સેનાપતિ છે અને -થમ પૂજનીય છે, કોઈપણ શુભ કાર્યની શરૂઆત થાય ત્યારે પહેલી પૂજા ગણેશજીની થશે તેવું શીવજીએ વરદાન આપેલું હતું એટલે છેક પુરાણ કાળથી ગણેશજીની પૂજા કોઇ પણ શુભ - મંગલ કાર્યમાં સૌથી પહેલી પૂજા ગણપતિની થાય છે. છેક મહાભારત કાળથી સૌ પ્રથમ ગણપતિની પૂજા થતી રહી છે. પરંતુ શાસ્ત્રોનાં જાણકારના કહેવા મુજબ ગણપતિ દ્રવિડિયન દેવ છે એવો ઉલ્લેખ ઘણા ગ્રંથોમાં મળે છે. ગણપતિ વિઘ્નહર્તા દેવ છે સારા કાર્યમાં કોઈ વિઘ્ન ના સર્જે એ હેતુથી સર્વ-થમ એની પૂજા કરી લેવી જેથી વિઘ્નો આવતા ડરે છે.

ગણપતિને દુર્વા નામની ઘાસ જેવી વનસ્પતિ ચઢાવાય છે એજ રીતે જાસવંતીના ફુલ પણ ચડાવાય છે. પછી તો યથા શકિત જેને જે મિષ્ટાન ધરાવવાની ઇચ્છા જાગે એ ધરાવે છે. આ બધું પરંપરા અનુસાર થાય છે. પરંતુ એની પાછળ વૈજ્ઞાનીક ભાવના રહેલી છે. દુર્વા વૃધ્ધિ - વિકાસનું -તિક હોવા ઉપરાંત દુર્વા અકસીર ઇલાજમાં પણ કામ આવે છે. ગર્ભાશયના રોગોમાં દુર્વાનો રસ દવા તરીકે રોગીને અપાય છે. વાસ્તવમાં તો ઔષધિય ગુણો ધરાવતા વૃક્ષો - વનસ્પતિઓ ઓદ્યોગીકરણ ને કારણે નાશ ન પામે એ હેતુથી -ાચિનકાળના ઋષિમુનિઓએ જે તે વનસ્પતિઓને દેવોના વિવિધ સ્વરૂપો સાથે જોડી દીધી હોય તેમ લાગે છે. મહાદેવ સાથે બીલીપત્ર અને વિષ્ણુ સાથે તુલસી. એ જ રીતે કસુવાવડ દરમિયાન વધુ રકતસ્ત્રાવ થાય તે અટકાવવા ગણેશજીને ચડાવવામાં આવતા જાસવંતીના લાલ ફુલ ઉપયોગી નીવડે છે.

સાત પૃથ્વિ લોક, સાત સ્વર્ગલોક અને સાત નરક લોક એમ કુલ ૨૧ લોકનું વર્ણન પુરાણોમાં મળે છે. તેથી ગણપતિને ધરાવવામાં આવતા ફુલો કે મિષ્ટાન (મોદક) ૨૧ ની સંખ્યામાં હોય છે. મહારાષ્ટ્રમાં ગણપતિના ૨૪ અવતાર હોવાની માન્યતા છે. એમાં શિવ-પાર્વતીના પુત્ર ગણેશ અને અદિતિ - કશ્યપના પુત્ર વિનાયક એંબે અવતાર વધુ મહત્વના છે. રિધ્ધિ - સિધ્ધિ ગણપતિની પત્નીઓ ગણાય છે. ગણપતિની પૂજા પછી તેમની માતા ગૌરી (પાર્વતી) ની પૂજાની પરંપરા છે જે આપણે ત્યાં હજી લોકો અજાણ છે, આ ગણપતિ સમક્ષ મુકાતું શ્રીફળ એ શિવજીનું અને ગૌરીમુખ એ માતા પાર્વતી, આમ ગણપતિ ની પૂજા સાથે તેમનાં માતા- પિતાની પણ પૂજા થાય છે. દક્ષિણ ભારતમાં ગણપતિ ની કાર્તીકેય કે કાર્તિકસ્વામી તરીકે પૂજા થાય છે. એવી એક ખોટી માન્યતા પણ છે કે આગલા વર્ષ કરતા ચાલુ સાલે મોટી મૂર્તિ લાવવાથી ભકતની -ગતિ વધારે થાય છે.

વધારે માહીતી માટે ૯૪૨૮૨૯૯૬૨૧ પર સંપર્ક સાધવા માનસી વણઝારા અને અમી વણઝારાએ જણાવ્યું છે.

(5:04 PM IST)