તા. ૨૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૪ શનિવાર
News of Wednesday, 4th September 2024
લક્ષમણ ટાઉનશીપના રાજેન્દ્રભાઇ પરમારનું હાર્ટએટેકથી મૃત્યુ

રાજકોટ તા. ૪: નાના મવા રોડ પર લક્ષમણ ટાઉનશીપમાં રહેતાં રાજેન્દ્રભાઇ વીનુભાઇ પરમાર (ઉ.વ.૫૦) ઘરે એકાએક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
રાજેન્દ્રભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં અને સિક્યુરીટી તરીકે નોકરી કરતાં હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. હાર્ટએટેક આવી ગયાનું સ્વજનોએ કહ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી.
(12:19 PM IST)










