તા. ૨૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૪ શનિવાર
News of Wednesday, 4th September 2024
‘મામા'ના જમાઇએ ‘કળા' કરી હોવાનો કેસ : વિવિધ બેંકોને ૨૫૦ કરોડનો ચૂનો લગાવવા સંદર્ભે પ્રથમ ફરિયાદથી સહકારી ક્ષેત્રે ખળભળાટ
‘મામા'ના જમાઇ જય ચોટલીયા સહિત કંપનીના ડિરેકટર અને બેંક વિરૂધ્ધ ૬૪ કરોડના ધિરાણમાં ખોટા દસ્તાવેજો ઉભા કર્યાની જીવાપરના કેશુભાઇ બોદરની ફરીયાદ : કાલુપુર કો-ઓ બેંકમાંથી ખોટી સહિઓ કરી રૂ.૬૪ કરોડની લોન લેવાયાની ફરીયાદ : ફરીયાદી કદી બેંકે ગયા ન હોવા છતાં જામીન તરીકે દર્શાવ્યા : વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીઓ સામે પગલા લેવા એસપી રાજકોટને ફરીયાદ

રાજકોટ, તા.૪: સહકારી ક્ષેત્રે મોટુ નામ ધરાવતા ‘મામા' જમાઇએ ૨૫૦ કરોડનો વિવિધ બેંકોને ચૂનો લગાવ્યો હોવાના મામલામાં ગઇકાલે પ્રથમ ફરીયાદ થતા સહકારી ક્ષેત્રે હલચલ મચી જવા પામી છે રાજકોટ જસદણ તાલુકાના જીવાપર ગામે રહેતા કેશુભાઇ હરીભાઇ બોદર નામના સિનીયર સિટીઝને ટર્નરેસ્ટ રિસોર્સીસ પ્રા.લી. તેમજ જય હર્ષદકુમાર ચોટલીયા, મિતેષ કિરીટકુમાર સંઘવી, મનિષ ગોવિંદ દંગી અને કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક વિરૂઘ્ધ ૬૪ કરોડ જેવી માતબાર રકમની લોનમા આરોપીઓ દ્વારા ખોટી સહિઓ કરી કેશુભાઇને જામીન તરીકે દર્શાવેલ હોવાની જાણ થતા જ કેશુભાઇએ સદરહું તમામ વિરૂઘ્ધ ફોજદારી ધારા અન્વયેની ગંભીર પ્રકારની કલમો ઉમેરી ફરીયાદ કરતા ખળભળાટ મચી જવા પામેલ છે.
આ ફરીયાદમા ફરીયાદીએ વધુમા જણાવેલ છે કે, ટર્નરેસ્ટ રિસોર્સીસ પ્રા.લી.ના ડાયરેકટર તરીકે જય હર્ષદકુમાર ચોટલીયા અને મિતેષ કિરીટકુમાર સંઘવીને દર્શાવેલ છે. ફરીયાદમા વધુમા દર્શાવેલ છે કે, જય હર્ષદકુમાર ચોટલીયા અને મિતેષ કિરીટકુમાર સંઘવી ટર્નરેસ્ટ કંપનીમા રોજબરોજની કામગીરી અને વ્યવહાર સંભાળતા ડાયરેકટર છે. તેઓએ અમદાવાદ સ્થિત કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકમા ડાયરેકટર દરજ્જે તેમજ અંગત દરન્નજે જામીન પડીને ૬૪ કરોડનુ ધિરાણ મેળવેલ, જેમા અમદાવાદ સ્થિત સી.એ. મનિષ દંગી કે જે તેઓ ટર્નરેસ્ટ રિસોર્સીસ પ્રા.લી.મા અગાઉ ડાયરેકટર હતા, ત્યારબાદ સીઇઓ હતા અને તેમના જ કાર્યકાળ દરમ્યાન કાલુપુર કો-ઓપરેટીવ બેંકમાથી ૬૪ કરોડની લોન લીધેલ જેમા મનીષ દંગી જામીન તરીકે પણ રહૃાા છે અને આ ફરીયાદમા તેઓ ગુન્હામા સંડોવાયેલા હોવાથી ગુનેગાર તરીકે દર્શાવેલ છે.
ફરીયાદીએ એવુ પણ જણાવેલ છે કે, કાલુપુર કો-ઓપરેટીવ બેંકના મેનેજર અને કર્મચારી દ્વારા અમોને તા.૦૧/૦૭/ર૦ર૪ ના પત્રથી જામીન દરન્નજે આરોપી તરીકે દર્શાવલ છે અને ચડત રકમ સત્વરે ભરવા નોટીસ કરેલ. ફરીયાદી વધુમા જણાવે છે કે, અમો આ લોનમા કોઇ જામીન જ પડેલ ન હતા. અમોએ લોન સંદર્ભેના કહેવાતા દસ્તાવેજો માંગ્યા હોવા છતા પુરા પાડવામા આવેલ નથી.
ફરીયાદી વધુમા જણાવે છે કે, અમારી વિરૂઘ્ધ થયેલ લવાદ કેસમા નોટીસ મળેલ. નોટીસની વિગતો વાંચતા ટર્નરેસ્ટ અને તેના ડાયરેકટર જય ચોટલીયા અને મિતેષ સંઘવીએ કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકમાથી ૬૪ કરોડની લોન લીધાનુ અમારા ઘ્યાન ઉપર આવેલ. જેમા તેઓએ અમોને જામીન તરીકે દર્શાવેલ હતા. નોટીસ સાથે અમોને દસ્તાવેજી પુરાવાઓ પુરા પાડવામા આવેલ નહી તેથી અમોએ લવાદ સમક્ષ દસ્તાવેજોની માંગણી કરી કરેલ. આમ છતા અમોને દસ્તાવેજો પુરા પાડવામા આવેલ નહી અને છેવટે તા.ર૧/૦૮/ર૦ર૪ ના રોજ અમારા એડવોકેટશ્રી લવાદ સમક્ષ હાજર રહી દસ્તાવેજો મેળવતા આરોપીઓ દ્વારા રજુ કરેલ દસ્તાવેજમા ડીડ ઓફ ગેરેન્ટીમા ફરીયાદીની ખોટી સહીઓ કરવામા આવેલી તેમજ ટર્નરેસ્ટ રિસોર્સીસ પ્રા.લી. મા ફરીયાદી શેર હોલ્ડર હોય કેવાયસી ડોકયુમેન્ટ અને ઇન્કમ ટેક્ષની નકલ ટર્નરેસ્ટરિસોર્સીસ અને તેના ડાયરેકટર જય ચોટલીયા, મનિષ દંગી અને મિતેષ સંઘવી પાસે હોય તેઓએ બેંકના કર્મચારીઓ સહિત આરોપીઓ સાથે મળી ગેરઉપયોગ કરેલ છે.
ફરીયાદમા ચોંકાવનારો આક્ષેપ એ કરવામા આવેલ છે કે, જય ચોટલીયા ટર્નરેસ્ટ રિસોર્સીસ પ્રા.લી. મા ઇન્ચાર્જ ડાયરેકટર છે અને તેઓએ જ મનિષ દંગીની જામીનગીરીની જગ્યાએ અમારી જામીનગીરી સ્વીકારવા બેંકને રજુઆત કરેલ છે, તેવી રજુઆત કરતા પહેલા જય ચોટલીયા સહિત કોઇએ અમારી કોઇ લેખિત સંમતી લિધેલ ન હતી તેમજ અમારી કહેવાતી જામીનગીરીની દરખાસ્ત સ્વીકારતા પહેલા કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકે અમારી સાથે લેખિત કે મૌખિક કોઇ સંમતી માંગવામા આવેલ નથી.
ફરીયાદી વધુમા જણાવે છે કે, કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકમા અમો ગયેલ જ નથી, જેથી કહેવાતી ડીડ ઓફ ગેરેન્ટી કે નોમિનલ સભાસદ થવાની અરજીમા સહિ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અને આવી કોઇ સહિઓ અમે કરેલ નથી.
ફરીયાદી વધુમા જણાવે છે કે, અમારી કહેવાતી સહિ વાળા ડીડ ઓફ ગેરેન્ટી અંગે હસ્તાક્ષર નિષ્ણાંત જય દવેનો અભિપ્રાય મેળવેલ, જેમા ડીડ ઓફ ગેરેન્ટીમા મારી ખોટી સહિ છે તેવુ રેકર્ડ ઉપર આવેલ છે.
ફરીયાદી વધુમા જણાવે છે કે, ટર્નરેસ્ટ રિસોર્સિસ પ્રા.લી.ની રોજ બરોજની કામગીરી ડાયરેકટર જય ચોટલીયા, મનિષ દંગી અને મિતેષ સંઘવી સંભાળતા હતા. તેઓએ કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકના મેનેજર અને કર્મચારીઓ સાથે મળીને ૬૪ કરોડની લોનમા અમોને ખોટા દસ્તાવેજોથી કહેવાતા જામીન તરીકે દાખલ કરી ગુન્હો આચરેલ છે.
ફરીયાદી વધુમા જણાવે છે કે, અમારી ખોટી સહિઓ કરી/કરાવી મને ૬૪ કરોડ જેવી માતબાર રકમની લોનમા જામીન તરીકે ફસાવી નુકશાની પહોચાડવામા આવેલ છે. આરોપી દ્વારા કિંમતી દસ્તાવેજોનો દુરુપયોગ કરી મારી સાચી સહિ નથી તેવુ જાણવા છતા મારી સહિ છે તેને સાચી સહિત તરીકે દર્શાવી ખોટા દસ્તાવેજો સાચા દસ્તાવેજો તરીકે ઉપયોગ કરી આરોપીઓએ મારા નામે બનાવીને ઠગાઇનો ગુન્હો કરેલ છે. આરોપીનો પ્રથમથી જ મને ફસાવવાનો, ઠગાઇ કરવાનો ઇરાદો હતો.
ફરીયાદ વધુમા જણાવેલ છે કે, મોબાઇલ લોકેશનથી પણ જાણવા મળશે કે અમો કયારેય પણ કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંકમા ગયેલ જ નથી. તે દિવસે હું અમદાવાદ ગયેલ જ ન હતો અને કહેવાતા ડીડ ઓફ ગેરેન્ટીમા મે સહિ કરેલ જ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત અને રાષ્ટ્રીય લેવલના અર્બન સહકારી બેંકસ ફેડરેશન અને સંઘ પરીવારની સહકાર ભારતીના ઉચ્ચ હોદ્ા ઉપર કાર્યરત રહેલા અને સહકારી બેંકોમાં જેમનુ પ્રભુત્વ, દબદબો અને વગ છે તેવા સહકારી ક્ષેત્રના ટોચના આગેવાન ન્નયોતિન્દ્ર મહેતાના જમાઇ એવા જય ચોટલીયાને આ ફરીયાદમા આરોપી તરીકે દર્શાવ્યા છે. જેથી સહકારી ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામેલ છે અને આગામી સમયમા તેમના પડઘાઓ ઉપર સુધી પડે તો નવાઇ નહી.
(3:10 PM IST)










