News of Wednesday, 4th September 2024
પર્વાધિરાજ-પર્યુષણ પર્વનો મહીમા

પર્વાધિરાજ-પર્યુષણ પર્વ માટે જેટલુ લખીએ તેટલુ ઓછું છે. આ સૃષ્ટિમાં કીડીથી લઇનુ કુંજર (હાથી) સુધીના તમામ પ્રાણીમાત્ર જીવો સુખ તથા શાંતિ ઇચ્છે છે. કર્મના સિધ્ધાંત મુજબ દરેક મનુષ્યને તેના ફળ મળે છે.
અનાદિકાળથી આ જીવ ચોર્યાસીના ફેરા ફરતાં ફરતા પુણ્યના બળે, મનુષ્ય અવતાર સંથી પંચેન્દ્રીય શરીર મળ્યું. આ મહામૂલો મનુષ્યભવ દેવલોકના દેવો પણ ઇચ્છે છે કારણ માનવના જન્મને દેવતાઓ ઝંખતોને સ્વર્ગના વિલાસ તેમને વિંછીની જેમ ડંખતા.
મોક્ષમાં જવાનો પાસપોર્ટ માત્ર મનુષ્યગતિમાં જ મળે છે. આ પર્વ અહીંસાના પર્વ જપ-તપ થી આત્માને શુધાત્મા બનાવવાનો પર્વ છે.
મૈત્રી અને ક્ષમાંના ભાવ સાથે ખામેમે સર્વ જીવા દરેક જીવોને હું ખંમાવુ છું દેરાસરમાં પ્રભુને મૂર્તિમાં આનંદ પામતુ હૃદય હવે, અંતરમાં બેઠેલી પ્રભુની પ્રતિમાની આરાધના કરે છે. ઉપ એટલે આત્મા-આશ્રય એટલે વસવું બહારના સ્થાનકોને મહત્વ આપતા સારી રીતે ભીંતરમાં ઉપાશ્રયનું સર્જન કરીએ.
પર્યુષણ પર્વમાં-હી હીંસા, રાગ-દ્રેષ તથા કપાય-ક્રોધ-માન-માયા-લોભના ભાવો ખતમ કરી પ્રભુની વાણીને સમજી જપ-તપની હેલીએ ચડી તો જ આ પર્વ યર્થાથ ગણાશે.
એક સંતે કહ્યુ તેમ, તમે નવા ઇષાી કરેલા કપડા પહેરી અપટુડેટ થઇને નીકળો, તેમાં કોઇ પાનની પિચકારી મારે તમારા કપડા ઉપર ડાઘ પડી જાય કપડા પહેરવાની મજા ન રહે.
નાની એવી વંટોળની ડમરીથી તમારી આંખ કચરો આવી જાય તો, તમારી સામે રહેલો વિરાટ પહાડ પણ ઘડીક દેખાતો બંધ થઇ જાય, ભારેમાં ભારે કાર (ગાડી) લઇને નીકળો ને રસ્તામાં પંચર પડી જાય તો તમારે કાર-ઘડીક બેકાર બની જશે. તેમ અનાદિકાળથી આ જીવ રાગ-દ્રેષ અને મનુષ્ય -મનુષ્ય વચ્ચે વેરઝેરના ભાવ હશે તો તમારા આત્માને પરમાત્મા બનતો અટકાવી દેશે.
-હસમુખ સી.જાટકીયા (રાજકોટ)
(3:30 PM IST)










