<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

શાહ પરિવારના આઠ આરાધકોની સિધ્‍ધીતપ આરાધના

પૂ. આ.ભ. જયશેખરસૂરીશ્‍વરજી મહારાજાની પાવન નિશ્રા

રાજકોટઃ મુળ વાંકાનેરવાળા હાલ રાજકોટ નવલબેન મનસુખભાઇ ચતુરભાઇ શાહ પરિવારના ૮ સભ્‍યો પ. અૂ. આ. ભ. શ્રીમદ્દ જયશેખરસૂરીશ્‍વરજી મહારાજાની પાવન નિશ્રામાં શ્રી કાલાવાડ રોડ શ્‍વેતાંબર મૂર્તિપૂજક જૈન તપાગચ્‍છ સંઘ ખાતે આહાર સંજ્ઞા ઉપર વિજય મેળવીને સિદ્ધિતપ આરાધના પૂર્ણતાની નજીક છે અને સુખ-શાતા સાથે સિદ્ધિતપની ભાવના સાથે આગળ વધી રહ્યા છે. જેમાં ભાવનાબેન, બીનાબેન, રીનાબેન, ભરતભાઇ, ભૂમીબેન, અપૂર્વભાઇ, ભારતીબેન તથા વિભાબેન સિધ્‍ધી તપ આરાધકો છે. જયારે સિદ્ધિતપના તપસ્‍વીઓની અનુમોદનીયાર્થે સહભાગી પારિવારિક તપસ્‍વીઓ કુ. સાનવી ૯ ઉપવાસની ભાવના, રૂપેશભાઇ ૧૧ ઉપવાસની ભાવના, કુ. સુહાની ૯ ઉપવાસની ભાવના સાથે આગળ વધી રહ્યા છે.

(3:33 PM IST)