<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

કાલે ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિરે ઓશો સન્‍યાસી તથા પ્રેમી શિક્ષકો નું બહુમાન- સંધ્‍યા સત્‍સંગ-પુસ્‍તકો પર વિશેષ વળતર

૫ સપ્‍ટેમ્‍બર રાષ્‍ટ્રીય શિક્ષક દિવસ નિમિતે વકતા તથા લાફિંગ થેરાપી માસ્‍ટર સ્‍વામિ દેવ રાહુલ (નિતીનભાઇ) દ્વારા શિક્ષા ઓશો ની દ્રષ્‍ટિએ પર વિશેષ પ્રવચન-વાર્તાલાપ

રાજકોટઃ ઓશોના સુત્ર ઉત્‍સવ આમાર જાતી આનંદ આમાર ગૌત્ર ને સાર્થક કરતા  ૨૪ કલાક ઓશો કાર્યોથી ધમધમતુ વિશ્વનું એક માત્ર ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર પર છેલ્લા ૩૯ વર્ષોથી અવાર નવાર કાર્ર્ય ક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનું સંચાલન સ્‍વામિ સત્‍ય પ્રકાશ કરી રહ્યા છે.

આવતીકાલે તા. ૫ સપ્‍ટેમ્‍બર ગુરૂવારે રાષ્‍ટ્રીય શિક્ષક દિવસ નિમિતે હરસાલની માફક આ વર્ષે પણ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ઓશો સંન્‍યાસી તથા પ્રેમી શિક્ષકોનું બહુમાન તથા સંધ્‍યા સત્‍સંગનો કાર્યક્રમ  સાંજ ના ૬-૩૦ થી ૮ દરમ્‍યાન રાખવામાં આવ્‍યો છે.

શિક્ષક દિવસ નિમિતે ઓશોના પુસ્‍તકો શિક્ષો ઓશોની દ્રષ્‍ટિએ જીવંત શિક્ષકોની ખોજ, શિક્ષ્રા મે ક્રાંતિ ઓશો સત્‍ય ધ્‍યાન મંદિર તથા ઓશો ગીતાનિવેદિતા ધ્‍યાન મંદિર પર ઉપલબ્‍ધ રહેશે.

ઉપરોકત રાષ્‍ટ્રીય શિક્ષક દિવસ નિમિતે યોજેલ કાર્યક્રમમાં ઓશો સંન્‍યાસી તથા પ્રેમી શિક્ષકોને સહભાગી થવા સ્‍વામિ  સત્‍ય પ્રકાશે અનુરોધ કરેલ છે.

સ્‍થળઃ- ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે,  વિશેષ માહિીત સ્‍વામિ સત્‍ય પ્રકાશઃ- ૯૪૨૭૨ ૫૪૨૭૬ 

સંજીવ રાઠોડઃ- ૯૮૨૪૮ ૮૬૦૭૦

(3:36 PM IST)