તા. ૨૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૪ શનિવાર
News of Wednesday, 4th September 2024
કોંગ્રેસને કાર્યાલય ફાળવોઃ ફરી રજૂઆત
આ અંગે યોગ્ય કરવા મ્યુનિ. કમિશ્નરની ખાત્રી..

રાજકોટઃ શહેરની ૨૫ લાખની વસ્તી ધરાવતું શહેર હોય લોકોને રોજબરોજ ઘણા નાના-મોટા પ્રશ્નો હોય જેમાંના ૯૦% પ્રશ્નો તો મહાનગરપાલિકાને લગતા હોય ત્યારે કોંગ્રેસની ઓફીસ હોય તો તેઓના પ્રશ્નો ઉકેલ લાવવામાં મદદ કરી શકાય એવો એક માત્ર ઉદેશથી કાર્યાલય ફાળવવા મ્યુની. કમિશ્નરને રજુઆત કરવામાં આવી હતી.વધુમાં કોંગ્રેસના હાલ ચાર કોર્પોરેટરો હોય ત્યારે તેઓને બેઠક વ્યવસ્થા ફાળવવી જરૂરી છે કારણ કે લોકોના પ્રશ્ન ભૂતકાળમાં ફકત એક નગરસેવક વિપક્ષના હોવા છતા તેઓને મહાનગરપાલિકામાં વિપક્ષને બેસવા માટે પુરા પાંચ વર્ષ સુધી કાર્યાલય ફાળવેલ હતી. જે રાજકોટ મહાનગરપાલિકાના રેકોર્ડ પર પણ મોજુદ છે ત્યારે હાલ રાજકોટમાં કોંગ્રેસના ચાર કોર્પોરેટર હોય અંગે કાર્યાલય ફાળવવા જણાવયું છે. આ અંગે મ્યુનિ.કમિશ્નરે યોગ્ય કરવા ખાત્રી આપી છે.
(3:53 PM IST)










