તા. ૨૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૪ શનિવાર
News of Wednesday, 4th September 2024
મનપામાં પ૩ર સફાઇ કામદારોની ભરતી પ્રક્રિયા રદ કરોઃ કોંગ્રેસ
માત્ર વારસદારોનો ઠરાવ રદ કરવા, રપ વર્ષ પહેલાના સેટઅપમાં ૪૯૦૦ ના બદલે હવે ૧૦ હજારથી વધુ કામદારોની જરૂરીયાત સહિતના પ્રશ્ને યોગ્ય કરવા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિ. કમિશનરને રજૂઆત

રાજકોટ તા. ૪ :.. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તાજેતરમાં પ૩૪ પાર્ટ ટાઇમ સફાઇ કામદારોની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવતા આ કાર્યવાહી સામે વિરોધ ઉઠવા પામી રહ્યો છે. ત્યારે શહેર કોંગ્રેસ દ્વારા આજે મ્યુનિ. કમિશનર દેવાંગ દેસાઇને પત્ર પાઠવી. આ ભરતી પ્રક્રિયા રદ કરવા નવુ સેટ અપ ઉભુ કરવા તથા માત્ર વારસદારોનો ઠરાવ રદ કરવા સહિતના પ્રશ્ને યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી છે.
આ અંગે શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિ. કમિશનરને પાઠવવામાં આવેલ પત્રમાં જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાનું સેટઅપ જે ૪,૯૦૦૦ સફાઇ કામદારોનું છે. આ સેટઅપ રપ વર્ષ પહેલાનું છે એટલે કે સમયે કોઠારીયા, વાવડી, મોવડી, મુંજકા, નાના મૌવા, મોટા મૌવા, રૈયા, માધાપર, વગેરે ગામો કોર્પોરેશનમાં ભળેલા નહોતા. ત્યારથી ચાલ્યુ આવે છે અને તેમાંથી પણ ર૧૪૮ સફાઇ કામદારો કે જે નોકરી કરે છે. અને રરર૦ જેટલા સફાઇ કામદારો કોન્ટ્રાકટર મારફત કામ કરે છે.
જેનો કોન્ટ્રાકટરો દ્વારા શોષણ કરવામાં આવી રહ્યો છે અને બાકી રહેતી પ૩ર જગ્યાઓ માટેનું આપે જાહેરાત આપી છે તેમાં પણ ખોટા અને ગેરબંધારણીય મનપા દ્વારા તા. ૭ ના કરવામાં આવેલ છે.
વધુમાં શ્રી રાજાણી પત્રમાં જણાવ્યું હતું કે, માતા-પિતા, દાદા-દાદી, મહાનગરપાલિકાના સફાઇ કર્મચારી તરીકે નોકરી કરેલ હશે તેને જ નોકરી મળશે અને તેને પણ પાર્ટ ટાઇમ નોકરી આપવામાં આવશે એટલે કે મિનિમમ વેતનનું અડધું વેતન ૭,૩૦૦ આપ ૧ મહિનાના ચુકવાશો તેમાં પણ શોષણ થાય હોવાનો આક્ષેપ કર્યો હતો. નવા ભળેલા વિસ્તારો જે નવા સેટઅપ મુજબ લગભગ ૧૭૦ કિલો મીટર જેવો વિસ્તાર થાય છે. નવા સેટઅપ ૧૦,૦૦૦ થી ૧૧૦૦૦ હજાર સફાઇ કામદારોની જરૂરીયાત પડે તેમ છે.
ત્યારે નવા વિસ્તારો ભળ્યા છે તે મુજબ નવું સેટઅપ ઉભુ કરો અને હાલ સફાઇ કર્મચારીને ભરતી પુરી નવા સેટઅપ મુજબ કરવા માંગ કરી હતી.
આ રજૂઆતમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, વશરામભાઇ સાગઠીયા વિરોધ પક્ષ નેતા, જસવંતસિંહ ભટ્ટી, નયનાબા જાડેજા, દિપ્તીબેન સોલંકી, સંજયભાઇ અજુડીયા, કેતનભાઇ તાળા, રવજીભાઇ ખીમસુરીયા, ઘનશ્યામસિંહ જાડેજા, સલીમ કારીયાણી, મેઘજીભાઇ રાઠોડ, પ્રવિણભાઇ દેસાઇ, જયંતિભાઇ હીરપરા, નાગજીભાઇ વિરાણી, જીતુભાઇ ઠાકર, નાગજીભાઇ વિરાણી, જીતુભાઇ ઠાકર, અમિતભાઇ ઠાકર, લાખાભાઇ ઉંઘાડ, જીજ્ઞેશભાઇ બોરડ, ગજેન્દ્રસિંહ ઝાલા, જીતેષભાઇ પાટડીયા, હાર્દિકભાઇ સહિતના આગેવાનો ત્થા કાર્યકરો જોડાયા હતાં.
(3:53 PM IST)










