તા. ૨૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૪ શનિવાર
News of Wednesday, 4th September 2024
વોર્ડ નં. ૧૮ના વોંકળામાં બોકસ-કલવર્ટ બનાવોઃ સદ્દભાવના સોસાયટીના કોમન પ્લોટમાં થયેલ ગેરકાયદે બાંધકામ દૂર કરાવો
ર૦૧૭થી રજૂઆતો કરીએ છીએઃ વરસાદના પાણી મકાનોમાં ઘુસતા દરેકને ર૦ થી રપ હજારનું નુકશાન... : સદ્દભાવના સોસાયટીના રહેવાસીઓનું કલેકટરને આવેદનઃ વોટર-વે ઉપર ગૌશાળા મકાન ઉભા કરી લેવાયા છે...

સદ્દભાવના સોસાયટી (કોઠારીયા મેઇન રોડ)ના રહેવાસીઓએ કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
રાજકોટ તા. ૪: કોઠારીયા મેઇન રોડ ઉપર આવેલ સદ્દભાવના સોસાયટીના રહેવાસીઓએ કલેકટર તથા અન્યોને આવેદન પત્ર પાઠવી વોર્ડ નં. ૧૮ માં આવેલ વોકળામાં બોકસ-કલવર્ટ બનાવવા તથા ડીમાર્કેશન કરવા તથા સોસાયટીના કોમન પ્લોટમાં થયેલ ગેર બાંધકામ દુર કરવા અંગે રજુઆતો કરી હતી.
આવેદનમાં ઉમેર્યું હતું કે, રાજકોટ મહાનગર પાલિકા વોર્ડ નં. ૧૮ માં જે કોઠારીયા વિસ્તારમાં રણુજા મંદિર પાછળ આવેલ સદ્દભાવના સોસાયટી વચ્ચેના ભાગમાંથી પસાર થતો વોટર વેમાં હયાત ગેરકાયદેસર બાંધકામોનું દબાણ હોવાનું જણાવેલ છે, જે દબાણ અમારી સોસાયટીના કોમન પ્લોટમાં અને વોંકળાના પાણીના વોટર વે રસ્તા પર મંદિરના નામે ગેરકાયદેસર ગૌ શાળા અને રહેવા મકાનનું બાંધકામ કરેલ છે. જેની સોસાયટીના સભ્યોએ વારંવાર કલેકટર, મામલતદાર, અને બાંધકામ વિભાગ ટી.પી. શાખા તથા દબાણ વિભાગને વર્ષે ર૦૧૭, વર્ષ ર૦૧૯ અને વર્ષ ર૦ર૩માં આ બાબતે ચોમાસા પ્રશ્નો અર્થે વખતો વખત અરજી કરેલ છે અને વખતો વખત કરેલ અરજીનું નિરાકરણ શા માટે થયેલ નથી તેનો આરટીઆઇ રીપોર્ટ આપશો.
તદુપરાંત દર વર્ષે ચોમાસાના સમયે થતી હાલકી જેમાં ખરાબ રસ્તાને લીધે સોસાયટીના સભ્યો પરેશાન થતા રહે છે અને જે ભરાતા પાણીથી માંદગી અને બીમારીની તકલીફ સહન કરે છે અને વરસાદના પાણી સોસાયટીના રહેવાસીઓના મકાનમાં આવી જતા રહેવાસીઓ ઘણી નુકશાની પણ ભોગવે છે, આથી આ બધા પ્રશ્નોને ગંભીર રીતે સ્વીકારી ઉપરોકત અર્થે આપેલ અરજી યોગ્ય કરી અમારા પ્રશ્નોનું નિરાકરણ આપશો. ઘર દીઠ અંદાજે ર૦ થી રપ હજારનું નુકશાન થયેલ છે, અને સર્વે નંબર ૩પર પૈકી સરકારની માલીકીની કિંમતી જમીનમાં દબાણ થયાની પણ રજુઆતો કરી હતી.
(3:54 PM IST)










