<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th September 2024

વોર્ડ નં. ૧૧ની શ્રીનાથજી સોસાયટી - વિનાયક સોસાયટીમાં ભરચોમાસે નળમાં પાણીની અછતના પૂર

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૧૧માં મવડી ચોકડી નજીક આવેલ વિનાયક સોસાયટી અને શ્રીનાથજી સોસાયટીમાં પાણીની વિચિત્ર પરિસ્‍થિતિ છે. હમણાં જ વરસાદના કારણે રોડ પર વરસાદી પાણી અને ગંદુ પાણી ફરી વળેલ. બીજી તરફ પાંચ દિવસથી નળમાં પાણી એકદમ ધીમું આવી રહ્યું છે. આજી, ન્‍યારી અને ભાદર ડેમ છલકાઇ ગયા છે પણ મહાનગરપાલિકાના શાસકોની આવડત તળિયે છે. ભરચોમાસે આ વિસ્‍તારમાં નળમાં પાણીની અછતથી પરેશાન મહિલાઓએ આક્રોશ વ્‍યકત કરેલ. વાલ્‍વમેનને અટકાવીને પાણીની યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવા જણાવેલ. કોર્પોરેશનનું તંત્ર કોર્પોરેશનના ટાંકામાં પાણીનું લેવલ ન હોવાનું કહે છે. હકીકતે આકરો વેરો ભરતી પ્રજાને પાણી પૂરૂં પાડવાનું કોર્પોરેશનનું ‘લેવલ' નથી. સતત પાંચ દિવસથી ઓછા પાણીની ઝાઝી ફરિયાદો છતાં ઉકેલ લાવવામાં તંત્ર વામણુ પૂરવાર થયું છે... પ્રજાએ ચૂંટીને મોકલેલા ભાજપના કોર્પોરેટરો જનતાને પૂરતુ પાણી પાણી અપાવી શકે તેવા ‘પાણીદાર' દેખાતા નથી. પાણીની સમસ્‍યાનો તાત્‍કાલિક ઉકેલ ન આવે તો ગાંધી ચિંધ્‍યા માર્ગે આંદોલન કરવાનો અસરગ્રસ્‍તોનો નિર્ધાર છે.

ક્‍લિક - કહાની

તસ્‍વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:55 PM IST)